Western Times News

Gujarati News

રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં તાપમાનમાં ઘટાડો થવાની વકી

અમદાવાદ, જાે તમે સ્વેટર અને રજાઈઓ મુકી દેવાનુ વિચારતા હોય તો ફરી એકવાર તેની જરૂર પડી શકે છે. ગુજરાતમાં ફરીથી ઠંડી વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં આગામી ૪૮ કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે.

અમદાવાદ આસપાસના સ્થળોએ વાદળછાયુ વાતાવરણ રહેવાની શક્યતા દર્શાવાઇ છે. ગુજરાતમાં ઠંડીનો ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે.આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને બે દિવસ સુધી તાપમાનમાં ૨ થી ૫ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે.

કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત વધુ ઠંડી પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે શનિવારે રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. જેના ૪૮ કલાક બાદ ફરી તપામાનમાં સામાન્ય વધારો નોંધાશે. ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે.

આગાહી પ્રમાણે, આગામી ૪૮ કલાક માટે રાજ્યભરમાં લઘુતમ તાપમાનમાં ૩થી ૫ ડિગ્રીનો ઘટાડો થતાં કડકડતી ઠંડીનો અનુભવ થશે. રવિવારથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી સુધી વધતાં ઠંડીમાં ઘટાડો થશે લાગે તેની પૂરી સંભાવના છે. વાતાવરણમાં થનારા આ ફેરફારને પગલે આરોગ્ય નિષ્ણાંતો બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા માટે સલાહ આપે છે.

રાજ્યમાં સતત બદલાતા હવામાનને કારણે ઘરે ઘરે શરદી ખાંસીની બીમારી જાેવા મળી રહી છે. ત્યારે ફરીથી ઠંડી વધવાથી લોકોએ સ્વાસ્થ્ય અંગે સાવચેત રહેવું પડશે. આ વર્ષે શિયાળામાં સતત પાંચમી વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જાેવા મળી છે.

જેના કારણે લોકોને ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે. ત્યારે એક તરફ કોરોનાના કેસો અને બદલાતી ઋતુ વચ્ચે લોકોને સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા નોંધાયેલ લઘુત્તમ અને મહત્તમ તપામાનના આંકડા મુજબ રાજ્યમાં સૌથી ઠંડા શહેરો નલિયા અને ગાંધીનગર રહ્યા હતા અહીં લઘુત્તમ તાપમાન ૯ ડિગ્રી રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં ૧૦.૫ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં અઢી ડિગ્રી જેટલું નીચું રહ્યું હતું.

ત્યારે આગામી ૨ દિવસ અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રીની આસપાસ નોંધાઇ શકે છે. આ સાથે રાજ્યના અન્ય પ્રમુખ શહેરોમાં લઘુત્તમ તપામાન નીચે મુજબ રહ્યું હતું. જેમાં વડોદરામાં ૧૩, પાટણ-ડીસામાં ૧૧, કંડલામાં ૧૦, જુનાગઢમાં ૧૧, પોરબંદરમાં ૧૫, ભૂજમાં ૧૪, રાજકોટમાં ૧૪, સુરતમાં ૧૭ જ્યારે ભાવનગરમાં ૧૪ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.