Western Times News

Gujarati News

ડૉક્ટર્સને ENT સ્કિલ લેબમાં કાનની અદ્યતન સર્જરીઓ પર તાલીમ પ્રદાન કરવામાં આવશે

અપોલો હોસ્પિટલ્સમાં ઇએનટી સ્કિલ લેબનું ઉદ્ઘાટન થયું

– જૂનિયર ડૉક્ટર્સને કાનનાં હાડકાંની સર્જરી અને કોચલીયર ઇમ્પ્લાન્ટ સર્જરી પર તાલીમ પ્રદાન કરવામાં આવશે

અમદાવાદ, 5 ફેબ્રુઆરી:કાનની જટિલ સર્જરીઓ હાથ ધરવા જૂનિયર ડૉક્ટર્સની કુશળતાઓ વધારવા અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદએ શનિવારે ઇએનટી સ્કિલ લેબ શરૂ કરી હતી – જે ગુજરાતમાં કોઈ પણ કોર્પોરેટ હોસ્પિટલ દ્વારા પ્રથમ પ્રકારની પહેલ છે.

આ સુવિધાનું ઉદ્ઘાટન અપોલો હોસ્પિટલ્સના સીઓઓ (ગુજરાત રિજન) શ્રી નીરજ લાલે, ઇએનટી તથા હેડ એન્ડ નેક સર્જરી વિભાગના હેડ ડૉ. રાજેશ વિશ્વકર્મા સાથે ફાઉન્ડર્સ ડેના પ્રસંગે કર્યું હતું, જે ડૉ. પ્રતીપ સી રેડ્ડીના જન્મદિવસની ઉજવણી કરવા 72 અપોલો હોસ્પિટલ્સનાં સંપૂર્ણ નેટવર્કમાં ઉજવાય છે.

ડૉ. રાજેશ વિશ્વકર્માના જણાવ્યા મુજબ, આ લેબ શરૂ કરવા પાછળનો વિચાર જૂનિયર ડૉક્ટર્સને સર્જિકલ કુશળતાઓ વધારવાનો તથા તેઓ દર્દી ઓપરેટ કરી શકે એ અગાઉ તેમને પર્યાપ્ત રીતે કુશળ બનાવવાનો અને તેમનો આત્મવિશ્વાસ વધારવાનો છે. કાનની જટિલ સર્જરીઓના વિવિધ પાસાં પર તાલીમ પ્રદાન કરવામાં કામચલાઉ ધોરણે હાડકાની સર્જરી અને કોચલીઅર ઇમ્પ્લાન્ટ સર્જરી સામેલ છે, જે લેબ દ્વારા પ્રદાન કરવામાં આવશે.

આ લેબ શરૂ થવાની સાથે હોસ્પિટલનો આશય ઇએનટીમાં પોતાનું પોસ્ટ-ગ્રેજ્યુએશન પૂર્ણ કરનાર કે પોસ્ટ-ગ્રેજ્યુએશન કરતાં ડૉક્ટર્સ માટે તેમજ પોતાની તાલીમ માટે એપોલો હોસ્પિટલ્સમાં આવતા ઇન્ટરનેશનલ ફેલો માટે માળખાગત તાલીમ કાર્યક્રમ શરૂ કરવાનો છે. આ તાલીમ સિમ્યુલેટર્સ અને પ્લાસ્ટિક ડમીની મદદથી હાથ ધરવામાં આવશે.

ડૉક્ટરે ઉમેર્યું હતું કે, “ઓટોર્હિનોલેરીન્ગોલોજીમાં રેસિડન્ટ્સ અને યુવાન સર્જનોના શિક્ષણ, સંશોધન અને તાલીમમાં કાનનાં હાડકા વિચ્છેદન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાનનાં હાડકા જટિલ ત્રિપરિમાણીય રચના ધરાવે છે તથા તેને સમજવી અને ઓપરેટ કરવી યુવાન સર્જનો માટે પડકારજનક છે. આ રચનાથી વાકેફ ન હોવાથી ગંભીર બિમારી અને મૃત્યુ થઈ શકે છે, જે સર્જરી દરમિયાન કાનનાં હાડકામાં મહત્વપૂર્ણ માળખાને ઇજા થવાથી થઈ શકે છે.”

આ લેબ પાછળની જરૂરિયાત સમજાવતાં ડૉ. વિશ્વકર્માએ કહ્યું હતું કે,“ટેમ્પરલ બોન લેબોરેટરી અને કાનના હાડકાંનું પુનરાવર્તિત વિચ્છેદન ભવિષ્યની પેઢી માટે ઓપરેટિંગ રૂમમાં પર્યાપ્ત કુશળતા પ્રદાન કરશે. ઉપરાંત કાનના હાડકાનું વિચ્છેદન કાનની મધ્યમાં,

મેસ્ટોઇડ (કર્ણમૂળ)માં નવીન સર્જિકલ ટેકનિકો વિકસાવવા જરૂરી છે તેમજ સેલેબેલ્લો-પોઇન્ટિન એંગલ ઇજામાં અભિગમ વિકસાવવા કે ખોપરીની અંદર ઘાને સાફ કરવા ટ્રાન્સમસ્ટોઇડ અભિગમ વિકસાવવા આવશ્યક છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.