સરકાર બનશે તો બટાટામાંથી દારૂ બનાવશેઃ અખિલેશ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/AkhileshYadav-1024x639.jpg)
લખનૌ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે આગરામાં કહ્યું કે, જાે ઉત્તર પ્રદેશમાં સપાની સરકાર બનશે, તો તેઓ બટાટા પ્રોસેસિંગ યુનિટ લગાવશે. તેમણે બટાટામાંથી દારૂ બનાવવા માાટે વોડકા પ્લાન્ટ લગાવાનું પણ વચન આપ્યું છે.
અખિલેશ યાદવે મંચ પર સાથે ઓ ઉભેલા પાર્ટીના ઉમેદવારનો પરિચય આપતા કહ્યું કે, આ એગ્રીકલ્ચરના પ્રોફેસર છે. આ જે એગ્રીકલ્ચરવાળા પ્રોફેસર છે, તેને ધારાસભ્ય બનાવો. બટાટાનું પ્રોસેસિંગ યુનિટ લગાવવી છે. પછી ભલે અમારા વોડકા પ્લાન્ટ લગાવવો પડે. અમે તે લગાવાનું કામ કરીશું.
અખિલેશે પ્રોફેસર ઉમેદવારને પૂછ્યું. બતાવો બટાટામાંથી વોડકા પ્લાન્ટ બની શકે ? દારૂ બની શકે કે નહીં ? ભાઈ આમને પૂછો આ ભણેલા ગણેલા છે. અમે તો અમારૂ ભણતર ભૂલી ગયા છીએ. ઉમેદવારે પણ હામાં માથુ ઘુણાવ્યું.
અખિલેશે જણાવ્યું કે, આ બટાટાનો બેલ્ટ છે. પણ ભાજપ સરકારે તેના માટે કશું નથી કર્યું. તેમણે કહ્યું કે, અમે સિંચાઈ માટે વિજળી ફ્રી કરીશું. ૩૦૦ યુનિટ ફ્રી ઘરેલુ વિજળી પણ આપીશું. સપા સરકાર બનવા પર ખેડૂતોને ૧૫ દિવસમાં શેરડીનું વળતર મળી જશે. મફત સિંચાઈ, વ્યાજ મુક્ત લોનની પણ વ્યવસ્થા કરવામાં આવશે.HS