જેએનયુને મળ્યાં પ્રથમ મહિલા વાઈસ ચાન્સેલર

નવીદિલ્હી, જવાહર લાલ યુનિવર્સિટીને પોતાના પહેલા મહિલા વાઈસ ચાન્સેલર મળી ગયા છે. પ્રોફેસર શાંતિશ્રી ધૂલિપુડીને જેએનયુના નવા વાઈસ ચાન્સેલર બનાવાયા છે. શાંતિશ્રી ધૂલિપુડી અત્યાર સુધી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના પ્રોફેસર હતાં.
અત્યાર સુધી પ્રોફેસર એમ. જગદીશ કુમાર જેએનયુના વાઈસ ચાન્સેલર હતાં. હવે તેમને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના નવા ચેરમેન બનાવાયા છે. જેએનયુ વીસી તરીકે જગદીશ કુમારનો ૫ વર્ષનો કાર્યકાળ ૨૬ જાન્યુઆરી ૨૦૨૧ એ સમાપ્ત થઈ ગયો હતો. જે બાદ જેએનયુના વાઈસ ચાન્સેલરના કાર્યકાળનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
જારી નોટિસ અનુસાર શાંતિ શ્રી ધૂલિપુડીના કાર્યકાળ પાંચ વર્ષનો થશે, આ તે દિવસથી શરૂ થશે, જે દિવસે શાંતિશ્રી ઓફિસ જાેઈન કરશે. જવાહર લાલ યુનિવર્સિટીને પોતાના પહેલા મહિલા વાઈસ ચાન્સેલર મળી ગયા છે.
પ્રોફેસર શાંતિશ્રી ધૂલિપુડીને જેએનયુના નવા વાઈસ ચાન્સેલર બનાવાયા છે. શાંતિશ્રી ધૂલિપુડી અત્યાર સુધી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટીના પ્રોફેસર હતા.HS