Western Times News

Gujarati News

સપા મહાસચિવે અખિલેશની સામે મંચ પર જિલ્લા અધ્યક્ષને થપ્પડ મારવાનો પ્રયત્ન કર્યો

લખનૈૌ, ઉત્તર પ્રદેશ ચૂંટણીનાં ઘમાસણ વચ્ચે રોડ શો અને જાહેરસભા દરમિયાન અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ક્યારેક કોઈ નેતાનાં વાહિયાત નિવેદનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે તો ક્યારેક કોઈ નેતા રડતા જાેવા મળે છે. રવિવારે સામે આવેલા વીડિયોમાં ન તો કોઈ રડતું જાેવા મળ્યું હતું કે ન તો કોઈનું ખોટું નિવેદન હતું.

જી હા, વીડિયોમાં સપા નેતા પોતાના જ જિલ્લા અધ્યક્ષને થપ્પડ મારવાનો પ્રયત્નવ કરતા જાેવા મળ્યા હતા. તે પણ જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ પણ મંચ પર હાજર હતા. આ તમામ ઘટના અખિલેશ યાદવની સામે બની હતી.

જાેકે, બાદમાં અખિલેશ યાદવે કોઈક રીતે મામલો ઢાંકી દીધો હતો. આ પછી અખિલેશ સહિત તમામ નેતાઓ હસતા જાેવા મળ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બાહ વિધાનસભામાં સપાનાં ઉમેદવાર મધુસૂદન શર્માનાં સમર્થનમાં સભાને સંબોધવા માટે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ રવિવારે આગ્રા પહોંચ્યા હતા. સ્ટેજ શણગારવામાં આવ્યું હતું. અખિલેશ ઉપરાંત સપાનાં ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આગ્રા જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર વર્મા પણ તેમની બાજુમાં બેઠા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, સપાનાં જિલ્લા અધ્યક્ષ ઘણા સમયથી અખિલેશ સાથે વાત કરી રહ્યા હતા. રાષ્ટ્રીય મહામંત્રી અને પૂર્વ સાંસદ રામજીલાલ સુમન મંચને સંબોધી રહ્યા હતા.

પૂર્વ સાંસદ સપા અને અખિલેશનાં કામો વિશે વાત કરવામાં વ્યસ્ત હતા. પૂર્વ સાંસદે પાછળ ફરીને જાેયું તો સપાનાં જિલ્લા અધ્યક્ષ અખિલેશ સાથે વાત કરી રહ્યા હતા. આ જાેઈને પૂર્વ સાંસદનો પારો વધી ગયો અને જિલ્લા અધ્યક્ષ જીતેન્દ્ર વર્મા પાસે જઈને તેમને થપ્પડ બતાવીને ગાળો બોલવા લાગ્યા. આના પર અખિલેશ યાદવે તેમને શાંત કર્યા અને માઈક પર પાછા મોકલી દીધા. આ જાેઈને જિલ્લા પ્રમુખ સહિત મંચ પર હાજર તમામ નેતાઓ હસવા લાગ્યા હતા. વળી કોઈએ આ પ્રસંગનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.