અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 49 આરોપી દોષીત
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 13 વર્ષ બાદ ચુકાદો, 28 આરોપીઓ નિર્દોષ જાહેર, આવતી કાલે થશે સજાનું એલાન
સિવિલ હોસ્પિટલ, મણીનગર, બાપુનગર, સહિતના કુલ 21 સ્થળ પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા.
2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટસંબંધિત કેસમાં ગુજરાતની વિશેષ અદાલતે આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. 2008માં થયેલા આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા.
આ કેસમાં લગભગ 77 આરોપીઓમાંથી 28ને પુરાવાના અભાવના કારણે આજે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે જ્યારે 49 આરોપી દોષીત જાહેર થયા છે. આ આરોપીઓ માટે આવતી કાલે સજાનું એલાન થશે. 13 વર્ષથી વધુ જૂના કેસમાં કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સુનાવણી પૂરી કરી હતી.
આજથી 14 વર્ષ પહેલા અમદાવાદમાં બનેલી એક ગુજારી ઘટના અમદાવાદના ઇતિહાસમાં હંમેશા કાળા અક્ષરે લખાશે કેમ કે 14 વર્ષ પહેલા અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટની કુરણ ઘટના બની હતી. રંગીન અમદાવાદ લોહીયાળ બન્યુ હતું. ઘટનાને નજરે જોનારા લોકો આજે પણ તેને ભૂલી શક્યા નથી.
અમદાવાદના જુદા જુદા 20 સ્થળોએ 21 બ્લાસ્ટ થયા હતા. જેમાં હાટકેશ્વર, મણિનગર, સિવિલ જેવા અનેક સ્થળોનો સમાવેશ થતો હતો. જ્યા લોકોની ભીડ વધારે હોય તેવા વિસ્તારોને આંતકવાદીઓએ નિશાના પર લીધા હતા.
26 જુલાઇ 2008 ને શનિવારના દિવસે રાજ્યના આર્થિક પાટનગર અને અતિવ્યસ્ત તથા ધમધમતા અમદાવાદમાં લોકો પોતાની રોજિંદી દોડાદોડીમાં વ્યસ્ત હતા. સાંજે નોકરીથી છુટીને પોતાનો થાક ઉતારવા માટે ચાની કિટલી પર ચાની ચુસ્કી લઇ રહ્યા હતા ત્યા જ અચાનક શ્રેણીબદ્ધ રીતે બોમ્બ વિસ્ફોટો થયા હતા.
શહેરમાં 70 મિનિટની અંદર જ એક પછી એક તબક્કાવાર રીતે 20 સ્થળો પર 21 બોમ્બ બ્લાસ્ટ થયા અને સમાચાર વાયુવેગે પ્રસરતાની સાથે જ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત સ્તબ્ધ થઇ ગયું હતું. આ 21 વિસ્ફોટોમાં કુલ 56 લોકોનાં મોત થયા હતા. જ્યારે 200 થી વધારે લોકો ઘાયલ થયા હતા. સમગ્ર ગુજરાતનાં હૃદય પર ઉંડો ઘા કરનાર આ ષડયંત્ર ખોરોને આજે કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવશે.
શહેરની સિવિલ હોસ્પિટલ, મણીનગર, બાપુનગર, સહિતના કુલ 21 સ્થળ પર શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસને ગુજરાતના હાલના ડીજીપી આશીષ ભાટિયા અને તત્કાલિન ક્રાઇમબ્રાંચ ડીસીપી અભય ચુડાસમા સહિત દબંગ પોલીસ અધિકારીઓની ટીમે માત્ર 19 દિવસમાં જ ઉકેલી નાખ્યો હતો. 30 દિવસમાં ગુનેગારોને જેલના સળીયા પાચળ ધકેલી દીધા હતા.
હવે આ મામલે નિર્ણય આજે આવે તેવી શક્યતા છે. વરિષ્ઠ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કહ્યું કે સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે ચુકાદો સંભળાવવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે નીચલી કોર્ટના સ્પેશિયલ જજ એઆર પટેલે કોરોનામાંથી સ્વસ્થ થયા બાદ ફરીથી કામ શરૂ કર્યું છે.
ટ્રાયલ કોર્ટે અગાઉ ચુકાદો આપવા માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. પરંતુ જજ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે નિર્ણય 8 ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો. હવે આજે આ મામલામાં ચુકાદો સંભળાવવામાં આવી શકે છે. જણાવી દઈએ કે 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદ શહેરમાં 70 મિનિટમાં 21 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. આ બોમ્બ વિસ્ફોટોથી સમગ્ર અમદાવાદ હચમચી ગયું હતું. આ ઘટનામાં લગભગ 56 લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અમદાવાદ પોલીસે દાવો કર્યો હતો કે આ વિસ્ફોટોમાં આતંકવાદી સંગઠન ઈન્ડિયન મુજાહિદ્દીન સાથે સંકળાયેલા લોકો સામેલ હતા. આ ઘટનાને 13 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. સાથે જ આ કેસની સુનાવણી પણ પૂર્ણ થઈ ગઈ છે. મંગળવારે કોર્ટ આ મામલે પોતાનો ચુકાદો સંભળાવી શકે છે. આ પહેલા ચુકાદો સંભળાવવા માટે 1 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી, પરંતુ તે દરમિયાન જજ કોરોના સંક્રમિત થઈ ગયા. હવે તે ચેપમાંથી સાજો થઈ ગયો છે, તો આજે ચુકાદો સંભળાવવામાં આવે તેવી શક્યતા છે.
બ્લાસ્ટની જવાબદારી ઇન્ડિયન મુઝાહિદ્દીન હરકત ઉલ જિહાદ અલ ઇસ્લામીએ જવાબદારી લીધી હતી. આ બ્લાસ્ટનો મુખ્યસુત્રધાર અને માસ્ટરમાઇન્ડર ઇકબાલ યાસીન અને રિયાઝ ભટકલ, યાસીન ભટકલ હતા. જો કે આ તમામ આરોપીઓ હાલ દિલ્હીની જેલમાં કેદ છે અને તેની વિરુદ્ધ હવે કેસ રિઓપન થશે.