રાજધાનીમાં ૨૪ કલાકમાં ૧,૧૫૧ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં, રાજધાનીમાં કોરોના વાયરસના ૧,૧૫૧ નવા કેસ નોંધાયા છે. આ સાથે, દિલ્હીમાં ચેપનો દર વધીને ૨.૬૨ ટકા થઈ ગયો છે. એટલે કે અહીં કોરોના સંક્રમણનો દર ઘટીને ૩ ટકાથી પણ ઓછો થઈ ગયો છે.દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા બુલેટિન મુજબ દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણને કારણે ૧૫ દર્દીઓના મોત થયા છે. આ મૃત્યુ પછી, દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા વધીને ૨૫,૯૯૮ થઈ ગઈ છે.
દિલ્હી સરકારે કહ્યું કે કુલ ૭ હજાર ૮૮૫ સક્રિય કેસમાંથી ૫ હજાર ૭૧૫ દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં ૪૩ હજાર ૯૯૧ લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ દરમિયાન ૨,૧૨૦ દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે.
બીજી તરફ, કોરોનાના કેસમાં ઘટાડો થતાં રાજધાનીમાં શાળાઓ, કોલેજાે અને કોચિંગ સંસ્થાઓ ખોલવામાં આવી છે. શાળા, કોલેજાે અને કોચિંગમાં વિદ્યાર્થીઓના ટોળા એકઠા થવા લાગ્યા છે. દિલ્હી અને એનસીઆરમાં આજથી ૯ થી ૧૨ સુધીની શાળાઓ ખુલી છે.
પરંતુ દરેક વ્યક્તિએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું પડશે.તે જ સમયે, ૧૦ ફેબ્રુઆરીએ દિલ્હીને અડીને આવેલા યુપીના નોઇડા અને ગાઝિયાબાદમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન છે, તેથી અહીંની મોટાભાગની શાળાઓ અને કોલેજાે તે પછી જ ખુલે તેવી શક્યતા છે. દિલ્હીમાં આજથી જિમ અને સ્વિમિંગ પૂલ પણ ખુલી ગયા છે, ઓફિસોએ પણ ૧૦૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે.HS