Western Times News

Gujarati News

તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે બંધારણ મામલે ટિપ્પણી કરતા ભાજપ રાજદ્રોહનો કેસ નોંધાવશે!

હૈદરાબાદ, તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે તાજેતરમાં ભારતમાં નવું બંધારણ બનાવવા અંગે ટિપ્પણી કરી હતી. ભાજપ, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષો મુખ્યમંત્રીની ટિપ્પણીનો વિરોધ કરી રહ્યા છે. હવે બીજેપી નેતા અને એન રામચંદ્રન રાવે કહ્યું છે કે પાર્ટીએ ટીઆરએસ સુપ્રીમો ચંદ્રશેખર રાવ સામે રાજદ્રોહનો કેસ નોંધવાની વાત કરી છે. બીજેપી નેતાનું કહેવું છે કે આ આંબેડકર અને બંધારણ લખનારા અન્ય લોકોનું અપમાન છે.

રામચંદ્રન રાવે કહ્યું, ‘સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે બંધારણના મૂળ માળખામાં ફેરફાર ન કરવો જાેઈએ, તો પછી મુખ્યમંત્રી તેની માંગ કેવી રીતે કરી શકે. ભાજપે કાનૂની કાર્યવાહી કરવાનો અને તેલંગાણાની તમામ કોર્ટમાં કેસ નોંધવાનો ર્નિણય લીધો છે.

અમે કલમ-૧૨૪ હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવાના છીએ. સીએમ કેસીઆર બંધારણમાં માનતા નથી. તેમણે બંધારણના શપથ લીધા અને હવે તેનું આ રીતે અર્થઘટન કરી રહ્યા છે.

આ પહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ દેશમાં નવા બંધારણ અંગે તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની ટિપ્પણીને ‘અસ્વીકાર્ય’ ગણાવી હતી અને કહ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી પદના શપથનું ઉલ્લંઘન કર્યું છે.

શર્મા, રાજ્યસભાના સભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીએ ટ્‌વીટ કર્યું, “કે. ચંદ્રશેખર રાવ દ્વારા બંધારણની પુનઃ આલેખન કરવાની હાકલ સાથે સંપૂર્ણપણે અસંમત. આ અસ્વીકાર્ય છે. જેઓ ભારતની બંધારણીય લોકશાહીને નષ્ટ કરવાનું કાવતરું કરી રહ્યા છે તેઓ દ્વારા આ એક જાળ બિછાવેલી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.