Western Times News

Gujarati News

ખેડબ્રહ્માના બ્રહ્માજી મંદિરનો ખુશ્બુ ગુજરાત કી મા સમાવેશ

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકો આદિવાસી બહુલક વસ્તી ધરાવતા તાલુકાઓ છે અહીં ખેતી આધારિત અને મજૂરી કરનાર લોકોને વિસ્તાર હોય આ વિસ્તારની આજીવિકા વધે અને વિકાસ થાય તે માટે ખેડબ્રહ્મા ના ગામ વિસ્તારમાં આવેલ બ્રહ્માજી મંદિર નો ખુશ્બુ ગુજરાત કી માં સમાવેશ કરવા માટે છેલ્લા કેટલાય સમયથી ખેડબ્રહ્માના શક્તિ સોલંકી અને દિલીપભાઈ મતાદાર દ્વારા પ્રયત્ન કરાતાં આ મંદિરને સરકાર દ્વારા ખુશ્બુ ગુજરાત કી માં સમાવેશ કરવામાં આવેલ છે.

સમગ્ર ભારત દેશમાં બ્રહ્માજીના ફક્ત બે જ મંદિર આવેલા છે એક રાજસ્થાનના પુષ્કર અને બીજું ગુજરાતના ખેડબ્રહ્મામાં. પણ આજ સુધીમાં ઘણા જ ઓછા લોકોને આ વાતની જાણકારી હતી. જે હવે આ મંદિરનો ખુશ્બુ ગુજરાત કી માં સમાવેશ થતાં તેનો પ્રચાર-પ્રસાર થશે અને દેશ-વિદેશમાંથી પણ લોકો આ મંદિર વિશે જાણતા થશે અને આ મંદિરની મુલાકાત લેશે.

લોકો ખેડબ્રહ્મા પધારશે જેના કારણે ખેડબ્રહ્મા શહેર નો વિકાસ થશે અને રોજગારીની તકો વધશે આ પ્રસંગે ખુશ્બુ ગુજરાત કી પુસ્તકનું વિમોચન પણ ખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી એચ.યુ. શાહ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે ખેડબ્રહ્મા નગરપાલિકા પ્રમુખ સાગરભાઇ પટેલ, પ્રવિણસિંહ સોલંકી, અરવિંદ ઠક્કર ,ભરતભાઈ પટેલ, ચીફ ઓફિસર કલ્પેશભાઈ ભટ્ટ વિગેરે હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.