Western Times News

Gujarati News

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારત વિકાસ પરિષદ દ્વારા સૂર્ય નમસ્કાર

(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ભારતના દીઘદ્રર્ષ્ટિ વાળા વડાપ્રધાન મા. નરેન્દ્રભાઈ મોદી આ દેશને સર્વોચ્ચ શિખરે લઈ જવા માટે કોઈ વિરામ વિના અનેક પ્રકારે પ્રયત્ન કરે છે.

ભારતની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવાઇ રહેલ ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ નિમિત્તે લોકો નિરોગી રહે તે માટે સૂર્ય નમસ્કાર કરવાનું આયોજન કરાયેલ.તે અન્વયે સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ભાવને વરેલ ભારત દેશ માટે કામ કરતી ભારત વિકાસ પરિષદે પણ તમામ શાખાઓને પરિપત્ર પાઠવી તમામ શાખાના સદસ્યો પરિવાર સહ સૂર્યનમસ્કાર કરે તેવું જણાવેલ. માટે દરેક શાખા લેવલે સંયોજક ની નિમણૂક કરાયેલ હતી અને દરેક શાખા એ કેટલા સૂર્ય નમસ્કાર કર્યા તે પ્રાપ્ત લેવલે જણાવાયું હતું .પ્રાંતમાંથી પ્રમુખ ફાલ્ગુનભાઈ વોરા, સહમંત્રી તુષારભાઈ ગાંધી તથા મહામંત્રી સુરેશભાઈ પટેલ આ માટે માર્ગદર્શન કરી રહ્યા હતા.

જે અન્વયે ગાંધીનગર વિભાગના કુલ નવ તાલુકામાં થી ગાંધીનગર, ઈડર, મોડાસા, ભિલોડા અને ખેડબ્રહ્મા શાખાના ૪૬ પરિવારના ૧૦૧ સભ્યો દ્વારા ૧૨૦૧૮ સૂર્યનમસ્કાર કરાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.