કપિલ નિર્મલ &TV પર બાલ શિવમાં તારકાસુર તરીકે જોવા મળશે
ટેલિવિઝન પર અનેક આકર્ષક પાત્રો ભજવ્યા પછી ટીવી પરનો લોકપ્રિય ચહેરો કપિલ નિર્મલ ચાર વર્ષના અંતર પછી હવે એન્ડટીવીના બાલ શિવમાં તારકાસુર તરીકે જોવા મળશે. જયપુરનો રહેવાસી કપિલે રાજસ્થાની શો સાથે કારકિર્દી શરૂ કરી હતી અને ત્યાર પછી અતુલનીય અભિનય કુશળતા અને પ્રભાવશાળી વ્યક્તિત્વ સાથે ભારતીય ટેલિવિઝન ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું.
તારકાસુરના પાત્ર વિશે માહિતી આપતાં કપિલ નિર્મલ કહે છે, “તારકાસુર શોનિતપુરનોરાજા છે અને બેજોડ બુદ્ધિ અને બેસુમાર તાકાત સાથેનો પુરુષ છે. મહાદેવ સંન્યાસી છે તે જાણતાં તે ભગવાન બ્રહ્મા પાસે વરદાન મેળવે છે કે શિવનો પુત્ર જ તેને મારી શકશે, જેને લીધે તે અમર થઈ જાય છે.
તે અત્યંત સ્વાર્થી છે. તે કોઈ પણ કામ ફાયદો મળતો હોય તો જ કરવામાં માને છે. જોકે તે પરિવારને પણ ભરપૂર પ્રેમ કરે છે, જે તેની સૌથી મોટી કમજોરી છે. આ શયતાની યોજનાઓ વચ્ચે તે પરિવાર અને ખાસ કરીને તેની માતાની કાળજી લેવાની ખાતરી રાખે છે.
માતા માટે તારકાસુરનો પ્રેમ તેની પ્રત્યે ભક્તિના સ્વરૂપમાં આવે છે. પાત્ર ડાર્ક અને લાઈટ શેડ્સ ધરાવે છે, જે ભૂમિકાને રસપ્રદ બનાવે છે.”
આ નવો પ્રવાસ અને ચાર વર્ષ પછી ટેલિવિઝન પર કમબેક વિશે રોમાંચિત થઈને કપિલ શર્મા કહે છે, “મને ટેલિવિઝનની બહુ ખોટ સાલતી હતી, પરંતુ હું કમબેક માટે રોમાંચક અને પડકારજનક પ્રોજેક્ટ જોતો હતો. બાલ શિવ ઉત્તમ પસંદગી બની રહેશે એવું મને લાગ્યું. બાલ શિવની સંકલ્પના આ ભૂમિકા લેવા માટે એકમાત્ર કારણ છે.
મેં ઘણા બધા મહાદેવના શો જોયા છે, પરંતુ બાલ શિવ અગાઉ ક્યારેય કથન કરાયું નહોતું અને તેથી શોની આ ખૂબી બને છે. આ મારો પ્રથમ પૌરાણિક શો છે અને હું બહુ રોમાંચિત છું. પૌરાણિક અન્ય પ્રકારથી સાવ અલગ છે.
તેમાં અમુક લૂક અને પાત્રનો અહેસાસ, બોડી લેન્ગ્વજ, બોલીભાષા અને ડાયલોગ ડિલિવરી અને પાત્રના પ્રવાસને સમજવો અને ભરપૂર વાંચન આવશ્યક હોય.