Western Times News

Gujarati News

ચાર શહેરોમાં પેટ્રોલ ૧૦૦ને પાર થતા લોકોને ભારે હાલાકી

નવી દિલ્હી, સરાકરી ઓઇલ કંપનીઓએ ગુરુવારે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. આજે જાહેર થયેલાં ઓઇલનાં રેટ ત્રણ મહિનાથી પણ વધુ સમય સુધી સ્થિર છે. ત્યારે ગુજરાતની રાજધાની ગાંધીનરમાં પેટ્રોલ ૯૫.૩૫ રૂપિયા અને ડીઝલ ૮૯.૩૩ રૂપિયા પ્રતિ લીટરનો ભાવ રહ્યો છે જ્યારે અમદાવાદમાં પેટ્રોલ ૯૫.૧૧ રૂપિયા અને ડીઝલ ૮૯.૧૧ રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેંચાઇ રહ્યું છે.

તેમનાં ભાવમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. છતાં દેશમાં ઘણાં શહેરોમાં પેટ્રોલનો ભાવ આજે પણ ૧૦૦ રૂપિયાથી વધુ છે. પેટ્રોલનો સૌથી વધુ ભાવ મુંબઇમાં ૧૧૦ રૂપિયાની આસપાસ છે. જ્યારે હૈદરાબાદમાં ૧૦૮.૨૦ રૂપિયા લીટર તે વેચાય છે.

ખરેખરમાં મોદી સરકારે દેશનાં ઘણાં ભાગમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ રૂપિયાથી વધુ થયા બાદ ૪ નવેમ્બર ૨૦૨૧નાં પેટ્રોલ ઉપર ઉત્પાદ શુલ્ક ૫ રૂપિયા અને ડીઝલ પર ૧૦ રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. કહેવાય છે કે, રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને જાેતા સરકારે ઇંધણનાં ભાવ વધારતાં અચકાઇ રહી છે.

સરકારે ૧૫ જૂન, ૨૦૧૭થી ઓઇલનાં ભાવ બજાર આધીન કરી દીધા છે. જેનાંથી તેનો ભાવ રોજ-બરોજ નક્કી થાય છે. દરરોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે ૬ વાગ્યે જ નવાં રેટ્‌સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જાેડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે.

પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને BPCLગ્રાહકો RSP લખી ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો.

તો, HPCL ગ્રાહકો HPPrice લખી ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો. ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનાં આંતરરાષ્ટ્રીય ભાવમાં ૯૩ ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલનો આ રેટ ગત સાત વર્ષમાં હાઇએસ્ટ છે. જેમાં તેજીની આશંકા જતાવવામાં આવી રહી છે.

માંગની સરખામણીએ ઓછી ગ્લોબલ સપ્લાય રશીયા અને પશ્ચિમી દેશ વચ્ચે વધતો તણાવ અને અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ક્રૂડનાં ભાવ સતત વધી રહ્યાં છે. એક્સપર્ટ્‌સનું કહેવું છે કે, મજબૂત ડિમાન્ડને જાેતા જલદી જ ક્રૂડનાં ભાવ ૧૦૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફક્ત આ વર્ષે તેનો ભાવ આશરે ૨૦ ટકા વધ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.