લખીમપુર હિંસાઃ ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રના પુત્ર આશિષને હાઈકોર્ટમાંથી જામીન

નવી દિલ્હી, લખીમપુરમાં ખેડૂતો પર જીપ ચઢાવી દેવાના ચકચારી મામલામાં કેન્દ્રના ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા છે.
આ મામલામાં સુનાવણી પૂરી થઈ ગઈ હતી અને આજે લખનૌ બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો.આશિષ મિશ્રા આવતીકાલ સુધીમાં જેલની બહાર આવે તેવી શક્યતા છે.
તાજેતરમાં એસઆઈટી દ્વારા આ કેસમાં 5000 પાનની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.એસઆઈટીના કહેવા પ્રમાણે આ હિંસા થઈ ત્યારે આશિષ સ્થળ પર જ હતો.
3 ઓક્ટોબરે ખેડૂત આંદોલન દરમિયાન નિકળેલી રેલીમાં હિંસા ફાટી નિકળી હતી અને તેમાં આઠ લોકોના મોત થયા હતા.જેમાં ખેડૂતોનો પણ સમાવેશ થતો હતો.
ખેડૂતો પર જીપ ચઢાવી દેવાનો આરોપ આશિષ મિશ્રા પર લાગ્યો હતો.એ પછી ટોળાએ જીપના ડ્રાઈવર સહિત ચાર લોકોની હત્યા કરી દીધી હતી.