Western Times News

Gujarati News

વાપીની ૧૪ વર્ષની મુસ્લિમ યુવતીએ ભગવદગીતા ક્વિઝમાં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું

ગુજરાતની મુસ્લિમ વિદ્યાર્થિની ખુશ્બુ શ્રીમદ ભગવદગીતા ક્વિઝમાં ભાગ લઇને તેમજ સ્વામી વિવેકાનંદ ક્વિઝમાં ભાગ લઇ દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે જેનું સન્માન ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ના હસ્તે થશે?!

તસવીર વાપી પાસે આવેલા ઉમરગામની આદર્શ બુનિયાદી શાળામાં અભ્યાસ કરતી ૧૪ વર્ષની મુસ્લિમ યુવતી ખુશ્બુ અબ્દુલ મહેબૂબખાનની છે બીજી તસ્વીર શ્રી કૃષ્ણની છે ત્રીજી તસ્વીર સ્વામી વિવેકાનંદની છે જેની ક્વીઝ માં ભાગ લઈને મુસ્લિમ વિદ્યાર્થીની એ દેશ માં પ્રથમ સ્થાન મેળવ્યું છે

જયારે ચોથી તસ્વીર ભારતની સુપ્રીમ કોર્ટની છે સુપ્રીમ કોર્ટે હમેશા વ્યક્તિ સ્વાતંત્રની રખેવાળી કરી છે. અત્યારે એ બાબત અગત્યની છે કે ખુશ્બુ ના પિતા અબ્દુલ મહેબૂબખાનની પોતાની દીકરીને પોતાની શ્રધ્ધા મુજબ અને પોતાની ઇચ્છા મુજબ હિન્દુ ધર્મના મહાગ્રંથ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતાનો અભ્યાસ કરવામાં, વાંચન કરવામાં, સમજવામાં જે સ્વતંત્ર અને પ્રોત્સાહિત કરી તેને લઈને ખુશ્બુ અબ્દુલ મહેબૂબ ખાને ભગવદ્‌ ગીતા ક્વિઝ અભિયાનમાં ભાગ લીધો

અને આ ક્વિઝમાં ૩૯૧૫ ગીતા ઉપદેશ પર સવાલ પૂછાયા હતા જેમાં ૪૨૮ સમૂહ પર સુંદર અને સાચો જવાબ આપતા એક મુસ્લિમ યુવતી ખુશ્બુ એ દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે! આ જ મુસ્લિમ યુવતી ખુશ્બુ ખાને સ્વામી વિવેકાનંદ ક્વીઝ મહાઅભિયાનમાં ભાગ લઇને ૧૬૦૦ થી વધુ ના પ્રત્યુત્તર આપી ભારતમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું!

ત્યારે કટ્ટરવાદીઓએ વિચારવું જાેઈએ કે ધર્મ અને ધાર્મિકતા એ કોઈ ધર્મ, જાતિ પર ર્નિભર નથી દરેકની શ્રદ્ધા, વિશ્વાસ અને બુદ્ધિ પ્રતિભાનો મુદ્દો છે દેશમાં હિંદુઓની સંખ્યા મુસ્લિમ સમાજ કરતા વધુ છે! છતાં એક મુસ્લિમ યુવતી ની ખુશ્બુ અબ્દુલ મહેબૂબ ખાન ભગવદગીતા ક્વીઝ અને સ્વામી વિવેકાનંદ કવીઝ માં દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું

આ માનવજાત માટે ગૌરવની વાત છે! અને મહત્વની વાત એ પણ છે કે ગુજરાત રાજ્યમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી ના વરદ હસ્તે તેનું સન્માન થનાર છે!! બીજી તસવીર શ્રીકૃષ્ણની છે જેમનો ઉપદેશ પણ ‘કર્મ’ એ જ ‘ધર્મ’ છે ( તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)

ભારતની સુપ્રીમ કોર્ટના જસ્ટિસ શ્રીડી.વાય.ચંદ્રચુડે બંધારણની કલમ ૨૧ નું અવલોકન કરતાં કહ્યું છે કે ‘‘રાજ્ય જીવન કે સ્વતંત્રતા નથી આપતું અને બંધારણ પણ તે નથી કોઈપણ સભ્ય પ્રદેશ વ્યક્તિના જીવન વ્યક્તિ સ્વાતંત્ર્ય પર તરાપ મારવાનો વિચાર ન કરી શકે’’!!

અમેરિકાના પ્રમુખ અબ્રાહમ લિંકને કહ્યું છે કે ‘‘બીજાના સ્વાતંત્ર નો ઇનકાર કરનારા પોતે પણ સ્વતંત્રતા ના અધિકારી નથી”!! માનવી કુદરતી સ્વાતંત્ર્ય સાથે જ જન્મ્યો છે એટલે કયો ધર્મ પાળવો?! કયા સિદ્ધાંતો સાથે જીવવું એ નક્કી કરવાનો અધિકાર છે અને પરમેશ્વરની ઉપાસના એ કોઈ ધર્મ કે સંપ્રદાય ની પાબંધી નો મુદ્દો નથી અને માટે કહેવાય છે કે સ્વતંત્ર વ્યક્તિ નો જ વિકાસ થાય છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.