Western Times News

Gujarati News

૧૦ વર્ષમા ગ્રાન્ટના અભાવે ૧૫૦૦ સ્કૂલોને તાળા લાગ્યા

અમદાવાદ, ગુજરાતની ગ્રાન્ડેટ શાળાના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે. સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાનુ મધ્યમ પરિવારોનુ સપનુ રગદોળાઈ રહ્યુ છે. ગુજરાતમાં ગ્રાન્ટના અભાવે ગ્રાન્ટેડ શાળાઓને તાળા લાગી રહ્યાં છે. વર્ષ ૨૦૧૦ માં રાજ્યભરમાં અંદાજે ૪૫૦૦ જેટલી ગ્રાન્ટેડ શાળાઓ હતી.

છેલ્લા ૧૦ વર્ષમાં ગ્રાન્ટેડ શાળાઓ ઘટીને ૩,૦૦૦ જેટલી બચી ગઈ છે. સરકાર દ્વારા અપાતી અપૂરતી ગ્રાન્ટને લઈ સંચાલક મંડળ તરફથી અનેક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા નિષ્ક્રિયતા દાખવવામાં આવી છે.

સરકાર દ્વારા ધોરણ ૯ ના એક વર્ગ માટે ૨૫૦૦ રૂપિયાની ગ્રાન્ટ દર મહિને આપવામાં આવે છે, જે વર્ષે ૩૦,૦૦૦ રૂપિયા જેટલી થાય છે. આ ૩૦,૦૦૦ રૂપિયાની ગ્રાન્ટ સામે શાળાના એક વર્ગ પાછળ સંચાલકોએ અંદાજે ૨ લાખ જેટલી વાર્ષિક રકમ ખર્ચ પેટે ભોગવવી પડે છે. ગ્રાન્ટેડ શાળાઓને મળતી રકમ માત્ર શાળાઓના ઈન્ટરનેટ ખર્ચ ૧૦,૦૦૦ રૂપિયા, પરીક્ષા ખર્ચ એક વર્ગના વિદ્યાર્થીઓ પેટે અંદાજે ૨૦,૦૦૦ રૂપિયા પાછળ જ ખર્ચાઈ જાય છે.

આ સિવાય સફાઈ કામદાર, ચોકીદાર, ઝ્રઝ્ર્‌ફ કેમેરા મેન્ટેઈનન્સ, શિક્ષકોને ચૂકવવું પડતું ભથ્થું, સરકારી ઉત્સવોમાં શિક્ષક હાજર રહે તો તેનો ખર્ચ, વાલીઓની મિટિંગ થાય એ ખર્ચ, વિદ્યાર્થીઓ માટે ઇત્તરપ્રવૃત્તિઓ પાછળ થતો ખર્ચ અંદાજે ૭૫ હજાર રૂપિયા સુધી જઈ પહોંચતો હોય છે.

દરેક ગ્રાન્ટેડ શાળા માટે સૌથી મોટો ખર્ચ લાઈટ બિલ અને છસ્ઝ્ર વેરો તેમજ મકાન ભાડા પેટે થતો હોય છે. ગ્રાન્ટેડ શાળાનો એક વર્ષ ચલાવવા સરકાર દ્વારા અપાતા ૩૦,૦૦૦ રૂપિયા સામે એકવર્ષ ચલાવવા ગ્રાન્ટેડ શાળાના સંચાલકને ૨ લાખ રૂપિયાનો કરવો પડે છે. આ ખર્ચ સરકાર તરફથી અપાતી ગ્રાન્ટ ના પોસાતા ૧૫૦૦ ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોએ શાળાને તાળા વાગી ગયા છે.

સરકારની નીતિથી પરેશાન ગ્રાન્ટેડ શાળાના સંચાલકો ભવિષ્યમાં વધુ શાળાઓ બંધ કરે તેવી પરિસ્થિતિ ઉદભવી છે. રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓ જે ગતિએ બંધ થઈ રહી છે એ જાેતા ભવિષ્યમાં શિક્ષણ મોંઘું થવાની ભીતિ સેવાઈ રહી છે. ખાનગી શાળા સંચાલકોને છૂટો દોર મળે તેવી સ્થિતિ પેદા થશે. સસ્તુ અને ઉત્તમ શિક્ષણ મેળવવાના ગરીબ-મધ્યમ પરિવારનું સપનું રોળાશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.