Western Times News

Gujarati News

બિગ બોસમાંથી એલિમિનેટ થતાં મારુ દિલ તૂટી ગયું: રાખી

મુંબઇ, રાખી સાવંત હંમેશા ફેન્સને મનોરંજન પૂરું પાડતી રહે છે. તે દરેક સવાલનો ડર્યા વગર જવાબ આપે છે. રાખી સાવંત તેવી એક્ટ્રેસિસમાંથી એક છે જે ક્યારેય પણ સત્યને સાથ આપવામાં અચકાતી નથી. બિગ બોસ ૧૫ના ઘરમાંથી બહાર આવ્યા બાદ હાલમાં તેણે વાતચીત કરી હતી. રાખી સાવંત આમ તો અગાઉ કેટલીક સીઝનમાં વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે આવી હતી.

જાે કે, આ વખતે તેનું સપનું ટ્રોફી જીતવાનું હતું, જે અધૂરું રહી ગયું અને તે એલિમિનેટ થઈ ગઈ. આ વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘મારુ દિલ તૂટી ગયું હતું. મારું લોહી થીજી ગયું હતું. જાણે હું બરફની બની ગઈ હોય તેવુ લાગતું હતું. મેં ભગવાનને સવાલ કર્યો હતો. જનતાએ મને પૂરતા વોટ ન આપ્યા હોવાનું મારામાં માનવામાં આવતું નહોતું.

મેં દર્શકોને ખૂબ મનોરંજન પૂરું પાડ્યું હતું. જનતાએ મને વોટ નથી આપ્યા તે સારુ બહાનું નથી. બિગ બોસ ૧૫માં પહેલા જ દિવસથી હું સ્પષ્ટ હતી કે, હું અહીંયા મિત્રો બનાવવા આવી નથી. હું લડાઈ ઝઘડાથી બહાર હતી. તેઓ ડરી ગયા હતા કે હું રકમ લઈને ભાગી જઈશ.

સીઝન ૧૪ હોય કે ૧૫ મેં હંમેશાથી મનોરંજન આપ્યું છે. તે યાદ રાખો કે, મારી કોમેડી ચીપ નહોતી. હું બિગ બોસ ૧૫ જીતવાને હકદાર હતી. શું રશ્મિ દેસાઈ, નિશાંત ભટ્ટ અને શમિતા શેટ્ટી મારા કરતા સારા હતા? તો ભાઈ, ધન્યવાદ. અમે હજી પણ મિત્રો છીએ.

ઘરની અંદર મારે મનોરંજન આપવાનું હતું. હું ખૂણામાં બેસીને રડી શકું નહીં. મારા ગુસ્સાને આટલી જલ્દી કેવી રીતે જવા દઉ?. હા, શમિતા શેટ્ટીએ બાદમાં મારી માફી માગી હતી. પરંતુ શમિતા મને ગમે છે. તેનો સ્વભાવ ગમે છે. તે સારી વ્યક્તિ છે. હું ચીટિંગ કરી રહી હોવાનું તેને લાગતું હતું.

પરંતુ હું મારી ગેમ રમી રહી હતી. મારી પાસે પોતાનું મગજ છે અને શું કરવું અને શું ન કરવું તે મને કોઈ કહી શકે નહીં. હું તેના માટે ખુશ છું, પરંતુ હું જીતવા ઈચ્છતી હતી. હું કરણ કુંદ્રા કે પ્રતીક સહજપાલની વિરુદ્ધમાં નથી. મારા મહત્વના મુદ્દા એ છે કે, વાઈલ્ડ કાર્ડ કેમ જીતી ન શકે? જાે વાઈલ્ડ કાર્ડને જીતાડવા ન હોય તો, મને પહેલા જ દિવસથી બિગ બોસના ઘરમાં રાખો. હું મારો અસલી રંગ દેખાડીશ.

હું અત્યારે તે કહી શકું નહીં. બહાર નીકળ્યા બાદ અમે મિત્રો છીએ. કેટલીક બાબતોનો ઉકેલ લાવવાનો છે, તે અત્યારે તેમ કરી રહ્યો છો. બધાએ તેને ભાડાનો પતિ કહ્યો. લોકોને ગમે તે કહેવા દો. ભાડાનો પતિ તો ભાડાનો પતિ. તેમાં શું છે? આગામી સમયમાં બધું સારું થઈ જાય તેવી આશા’.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.