Western Times News

Gujarati News

ગુજરાતમાં 35થી વધારે પ્રસિદ્ધ સ્થળોનું ઓપરેશન અને મેનેજમેન્ટ કરતી કંપની BVG ઈન્ડિયા IPO લાવશે

બીવીજીએ ગુજરાતના દાહોદ જિલ્લામાં દૂધીમતી નદીની કિનારા પર વસેલા શહેર દાહોદ માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે

BVG અમદાવાદ એરપોર્ટ, આઈઆઈએમ અમદાવાદ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઓપરેશન મેનેજમેન્ટ સંભાળે છે. 

બીવીજી ઇન્ડિયા સમગ્ર ભારતમાં 54,000થી વધારે કર્મચારીઓ ધરાવતી, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ સહિત ગુજરાતમાં 35થી વધારે પ્રસિદ્ધ સ્થળોનું ઓપરેશન અને મેનેજમેન્ટ કરતી ભારતની સૌથી મોટી સંકલિત સેવા પ્રદાન કરતી કંપનીઓ પૈકીની એક છે.

બીવીજી ઇન્ડિયા બહોળી સંકલિત સેવાઓ પૂરી પાડે છે, જેમાં મિકેનાઇઝ હાઉસકીપિંગ, ઔદ્યોગિક હાઉસકીપિંગ, મેનપાવર સપ્લાય, સીક્યોરિટી સર્વિસીસ અને જેનિટોરિયલ સર્વિસીસ જેવી સોફ્ટ સર્વિસીસ તેમજ ઇલેક્ટ્રો-મિકેનિકલ કાર્યો અને હાઇવે મેઇન્ટેનન્સ જેવી હાર્ડ સર્વિસીસ તેમજ પેઇન્ટ-શોપ ક્લીનિંગ અને લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ જેવી સ્પેશ્યલાઇઝ સર્વિસીસ સામેલ છે.

આ અંગેની માહિતી આપતાં કંપનીના સીએમડી એચ. આર. ગાયકવાડે જણાવ્યું હતું કે,  કંપની મિકેનાઇઝ હાઉસકીપિંગ કામગીરી સાથે 182 મીટર ઊંચી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જાળવણી કરે છે. કંપનીએ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના 146મા જન્મદિવસ પર સ્મારકના 50 ચોરસ કિલોમીટરના કેમ્પસની અંદર ફરવા માટે પ્રવાસીઓને પર્યાવરણને અનુકૂળ 25 ઇ-કાર પણ પૂરી પાડે છે.

બીવીજી ઇન્ડિયા ભારતમાં ધાર્મિક સંસ્થાઓને પણ સેવાઓ આપતી થોડી કંપનીઓમાં સામેલ છે. બીવીજી ઇન્ડિયા દ્વારકાધિશ મંદિર માટે સંપૂર્ણ સુવિધા વ્યવસ્થાપન અને કચરાના વ્યવસ્થાપનની સેવા પ્રદાન કરે છે. મંદિર દ્વારકા શહેરમાં સ્થિત છે, જે હિંદુ યાત્રાધામ સર્કિટ ચારધામના ચાર સ્થળો પૈકીનું એક છે.

શૈક્ષણિક સંસ્થાઓ પણ સુવિધા વ્યવસ્થાપન કરતી કંપનીઓ માટે પ્રચૂર તકો પૂરી પાડે છે. બીવીજી શૈક્ષણિક ક્ષેત્રમાં મજબૂત કામગીરી ધરાવે છે અને આ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને સંપૂર્ણ સુવિધા વ્યવસ્થાપન સેવાઓ પૂરી પાડે છે, જેમાં આઇઆઇએમ અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સામેલ છે.

બીવીજી વિવિધ એરપોર્ટને પણ સુવિધા વ્યવસ્થાપન સેવાઓ પ્રદાન કરે છે, જેમાં ભારતમાં કેટલાંક સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ સામેલ છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, અમદાવાદની સુવિધાનું વ્યવસ્થાપન બીવીજી ઇન્ડિયા કરે છે. બીવીજી લેન્ડસ્કેપિંગ

અને બાગાયતી, ટ્રોલી મેનેજમેન્ટ, પક્ષી અને પશુના જોખમનું નિયંત્રણ, કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ્સ સાથે એકછત હેઠળ સેવાનો પોર્ટફોલિયો પૂરો પાડે છે. એરપોર્ટ સુવિધાનું વ્યવસ્થાપન કરવા ઉપરાંત બીવીજી કોઈ પણ કટોકટી કે કેઝ્યુઆલ્ટીના કેસોમાં સારસંભાળ રાખવા માટે અમદાવાદ એરપોર્ટ પર એમ્બ્યુલન્સ પણ ઓપરેટ કરે છે.

બીવીજી સમગ્ર ભારતમાં ઇ-બસના ઓપરેશન અને મેઇન્ટેનન્સમાં અગ્રણી કંપની બનવા આતુર છે. બીવીજીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની 100 ટકા માલિકીની પેટાકંપની અમદાવાદ જનમાર્ગ લિમિટેડ અંતર્ગત ટાટા મોટર્સ લિમિટેડ પાસેથી અમદાવાદમાં ત્રણ રુટ પર 60 ઇ-બસના ઓપરેશન અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો.

બીવીજી ઇન્ડિયા સુવિધા વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સનો અમલ કરે છે, જેમાં મુખ્યત્વે બાગાયતી અને લેન્ડસ્કેપિંગ સેવાઓ સંકળાયેલી છે. કંપની કૃષિ, બાગાયતી, બાગબગીચાના વિકાસ અને કૃષિ વ્યવસ્થાપનમાં સઘન ક્ષમતા ધરાવે છે. બીવીજીએ ગુજરાત રાજ્યમાં દાહોદ જિલ્લામાં દૂધીમતી નદીની કિનારા પર વસેલા શહેર દાહોદ માટે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે,

જેમાં પાથવે, સાયકલ ટ્રેકનો વિકાસ, પાણીની નહેરોનું નિર્માણ, મેદાનની દિવાલો, બોટિંગ એરિયા અને સોલર સિસ્ટમની કામગીરી સામેલ હતી. બીવીજી ભારત માલા ઇન્ફ્રા યોજના અને અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન જેવી સરકારી યોજનાઓમાં રહેલી તકો ઝડપવા તેમજ ખાનગી ક્ષેત્ર અને રહેણાક ક્ષેત્રોની તકો ઝડપી લેન્ડસ્કેપિંગ અને બાગાયતીમાં સુવિધા વ્યવસ્થાપન પ્રોજેક્ટ હાથ ધરવાની યોજના ધરાવે છે.

નાણાકીય વર્ષ 2020-21માં કંપનીએ સંપૂર્ણ સેવા વ્યવસાય, ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસીસ અને કચરાનાં વ્યવસ્થાપનની સેવાઓ દ્વારા 35થી વધારે ક્ષેત્રોમાં 582થી વધારે ક્લાયન્ટને સેવા આપી હતી. બીવીજી ઔદ્યોગિક અને ઉપભોક્તા ક્ષેત્રોમાં પ્રચૂર તકો ઝડપી રહી છે,

જેમાં ઓટોમોબાઇલ અને ઓટો એન્સિલરી, કેમિકલ્સ, એફએમસીજી, આઇટી/આઇટીઇએસ, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ઓઇલ અને ગેસ, પાવર અને ઊર્જા ક્ષેત્રો સામેલ છે. આ ઉપરાંત કંપની શિક્ષણ, પરિવહન, હોસ્પિટલ, સરકારી, રહેણાક અને બેંક ગ્રાહક ક્ષેત્રોમાં પણ કાર્યરત છે.

બીવીજી આ સુવિધાઓમાં ગ્રામીણ સ્ટાફ માટે કૌશલ્ય સંવર્ધન માટે પ્રયાસરત પણ છે. નોકરીમાં જ તાલીમ એના કામનું અભિન્ન અંગ છે, જે સુવિધાઓમાં શ્રેષ્ઠ કામગીરી સુનિશ્ચિત કરે છે. બીવીજી સંકલિત સેવાઓ પૂરી પાડતી કંપની છે, જે એઆઇસીટીઇ દ્વારા માન્યતાપ્રાપ્ત નીમ સુવિધાકાર છે.

એફએમ સેવાઓ ઉપરાંત આ ઉત્પાદન પ્લાન્ટ અને ઉત્પાદન સુવિધાઓને કુશલ કારીગરો પણ પ્રદાન કરે છે. બીવીજી મુખ્યત્વે એફએમસીજી, ઓટોમોટિવ અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં પ્રદાન કરે છે.

વિશિષ્ટ વ્યવસાયિક અને પ્રાઇસિંગ મોડલ તેમજ નાણાકીય કામગીરીનો ઉત્કૃષ્ટ રેકોર્ડની મદદથી બીવીજીને ઊંચા માર્જિન સાથે સુવિધા વ્યવસ્થાપનમાં સૌથી વધુ બજારહિસ્સો મળ્યો છે. કંપની ચોક્કસ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીને તથા તમામ ક્લાયન્ટ અને વિસ્તારોમાં વિવિધ સેવાઓ પૂરી પાડીને સમગ્ર ભારતમાં વૃદ્ધિ કરવાનો લક્ષ્યાંક જાળવવાની યોજના ધરાવે છે.

કંપની કામગીરી વધારીને અને વિવિધ સેવાઓ પ્રદાન કરવાની ક્ષમતા વધારીને આ હાંસલ કરવાનો ઇરાદો ધરાવે છે, જે માટે મજબૂત ટેકનોલોજી અને ઓટોમેશનનો ઉપયોગ કરશે. આ વિસ્તરણ યોજનાના ભાગરૂપે બીવીજી આઇપીઓ લાવવા સજ્જ છે, કંપનીએ 30 સપ્ટેમ્બર, 2021ના રોજ ડીઆરએચપી ફાઇલ કર્યું છે અને જરૂરી મંજૂરી મેળવવાની પ્રક્રિયાઓ ચાલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.