અભિનેત્રી શ્રીજીતા લગ્ન બાદ જર્મની શિફ્ટ થઈ જશે
મુંબઇ, પ્રેમનો એકરાર કે સ્વીકાર કરવાની વાત આવે ત્યારે પેરિસથી વધુ સારી જગ્યા કોઈ ના હોઈ શકે અને આ વાત મોટાભાગના લોકો માનશે. એક્ટ્રેસ શ્રીજીતા ડેએ જીવનની સૌથી યાદગાર ક્ષણનો અનુભવ પેરિસમાં કર્યો જ્યારે તેના જર્મન બોયફ્રેન્ડ માઈકલે તેને એફિલ ટાવરની સામે પ્રપોઝ કરી હતી. ગત વર્ષે ૨૧ ડિસેમ્બરના રોજ માઈકલે એફિલ ટાવરની આગળ શ્રીજીતાને રિંગ પહેરાવીને સગાઈ કરી હતી.
કપલ યુરોપની ટૂર પર હતું ત્યારે તેમણે સગાઈ કરી હતી. લગ્નના પ્લાન અને પેરિસમાં થયેલી સગાઈ વિશે શ્રીજીતાએ વાતચીતમાં જણાવ્યું છે. સગાઈ અંગે વાત કરતાં શ્રીજીતાએ કહ્યું, અમે રેસ્ટોરાંમાં જમીને શહેરમાં ફરી રહ્યા હતા. સાંજે અમે એફિલ ટાવર સામેના એક ગાર્ડનમાં બેઠા હતા. થોડા કલાકો પછી અમે અમારી હોટેલમાં જવા માટે નીકળવાનું નક્કી કર્યું અને ગાર્ડનમાંથી ચાલવા લાગ્યા.
અમે એફિલ ટાવરની સામે ઊભા રહ્યા અને એકબીજાને આલિંગન આપ્યું. બીજી જ ક્ષણે માઈકલે રિંગ કાઢી અને મને પ્રપોઝ કરી હતી. એક્ટ્રેસનું કહેવું છે કે, માઈકલને ઘૂંટણિયે બેઠેલો જાેઈને તેની આંખમાં આંસુ આવી ગયા હતા અને શબ્દો જાણે ખોવાઈ ગયા હતા.
તેણે કહ્યું, એકદમ જ માઈકલ ઘૂંટણિયે બેસી ગયો અને મને લગ્ન માટે પૂછ્યું હતું. હું વિચારતી હતી કે શું આ ખરેખર થઈ રહ્યું છે કે સપનું છે? મને હંમેશાથી થતું હતું કે આવું કંઈક થશે પરંતુ આ વિચાર મને દરેક ટ્રીપ પર આવતો હતો (હસે છે). ૨૧/૧૨/૨૦૨૧ની તારીખ યૂનિક હોવાથી તેણે આ દિવસ પસંદ કર્યો હતો.
૨૦૧૯માં ક્રિસમસની સાંજે કપલની અનૌપચારિક સગાઈ થઈ હતી. શ્રીજીતાએ આ વિશે કહ્યું, એ વખતે તેણે મારી તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. અમે પાર્ટનર હોવાની જાણકારી આપી હતી. જાેકે, એ સમય પણ સુંદર હતો. લગ્ન ક્યારે કરવાના છો? આ પ્રશ્નનો જવાબ આપતાં શ્રીજીતાએ કહ્યું, અમે હજી તારીખ નક્કી નથી કરી પરંતુ આ વર્ષના અંતે કદાચ લગ્ન કરીશું.
૭૦-૧૦૦ લોકોની હાજરીમાં જ અમે લગ્ન કરવાના છીએ. હું એવો સમય પસંદ કરવા માગુ છું જ્યારે ભારત અને જર્મનીના લોકો સરળતાથી ટ્રાવેલ કરીને લગ્નમાં આવી શકે. લગ્ન બાદ હું જર્મનીમાં સ્થાયી થઈ જઈશ. જાેકે, લગ્ન પછી તરત નહીં હજી પાંચેક વર્ષ પછી કારણકે હું હજી એક્ટિંગ કરવા માગુ છું, કામ કરવું છે અને મુંબઈમાં રહીને રૂપિયા કમાવા છે. અમે યુરોપની ટ્રીપ પર નીકળ્યા એ પહેલા જ મેં એક વેબ શો અને ફિલ્મ માટે શૂટિંગ કર્યું હતું, જે ટૂંક સમયમાં રિલીઝ થશે. ત્યાં સુધી હું મીટિંગ્સ, મોક શૂટ અને લૂક ટેસ્ટમાં વ્યસ્ત રહીશ. મને આશા છે કે, સારો પ્રોજેક્ટ જલ્દી જ ફાઈનલ થશે.SSS