Western Times News

Gujarati News

BSF કેમ્પમાં અકુંર પ્લે સ્કુલના નવીન મકાનનો ઉદ્‌ઘાટન સમારંભ યોજાયો

(તસ્વીરઃ જનક પટેલ, ગાંધીનગર) ગાંધીનગર થી ચિલોડા હાઈવે પર આવેલ બીએસએફ કેમ્પ માં અકુંર પ્લે સ્કૂલ છેલ્લા ગણા સમય થી બિસ્માર હાલતમાં હતી અત્યારે નવનિર્માણ અકુંર પ્લે સ્કુલ નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવી છે આ સ્કુલ ના ઉદ્‌ઘાટન સમારોહમાં ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ શ્રીમતી અનુપમા તોમર શ્રીમતી મમતા વર્મા તેમજ બીએસએફના અધિકારીઓ જવાનો હાજર રહ્યા હતા.

બીએસએફ અંકુર પ્લે સ્કૂલ ના નવનિર્માણ માટે (ય્ઈ્‌ર્ઝ્રં) દ્વારા ૧ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા સ્કૂલ ના મકાનમાં ૪ ક્લાસરૂમ, ૧ઓફિસ સ્ટાફરૂમ, ફર્નિચર કોમ્પ્યુટર વિગેરે થી સજ્જ કરવામાં આવી છે તેમજ (ય્ઈ્‌ર્ઝ્રં) દ્વારા ગાંધીનગર બીએસએફ કેમ્પ માં જીમના સાધનો માટે ૧૫ લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.

જેમાં કુલ અલગ-અલગ પ્રકારના જીમના ૪૨ સાધનો લગાવવામાં આવશે હાલ ૨૨ જેટલા સાધનોની સુવિધા પૂરી પાડવામાં આવી છે વધુમાં ઊર્જા મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના લોકોને બીએસએફના જવાનો પર ગર્વ છે વિશ્વ નું સૌથી મોટું બોર્ડર સુરક્ષા બળ છે.

બીએસએફ એ ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશ ની સૌથી કઠિન અને પડકારરૂપ પરિસ્થિતિઓમાં પણ બોર્ડરની સુરક્ષા કરે છે બીએસએફની ભવિષ્યમાં ક્યારેય પણ કોઈ પણ મદદની જરૂર હશે તો ગુજરાત સરકાર તેના માટે તૈયાર હશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.