Western Times News

Gujarati News

તમારી પાસે આ કંપનીની કાર છે? તો સાચવજાે, ઉભેલી ગાડી પણ સળગી શકે છે !

પ્રતિકાત્મક

(એજન્સી) નવીદિલ્હી, દક્ષિણ કોરીયન કાર નિર્માતા કંપની હ્યુન્ડાઈ અને કિઆએ અમેરીકામાં રિકોલ કરાયેલી ૪,૮૪,૦૦૦ કારના માલીકોને વિનંતી કરી છે કે તેઓ આગના ખતરાને જાેતા પોતાની કારને બહારની તરફ પાર્ક કરે. કંપનીએ અમેરીકામાં રિકોલ કરાયેલી કાર માટે આ જાહેરાત કરી હતી. Hyundai and Kia warn that 500000 of their cars in the US are at risk of spontaneously catching fire and advise owners to park outside

કારણ કે કારના હાઈડ્રોલીક ઈલેકટ્રોનીક કંટ્રોલ યુનીટ એચઈસીયુ મોડયુલમાં ખામી આવી શકે છે. અને તેના કારણે એન્જીન કમ્પાર્ટમેન્ટમાં આગ લાગી શકે છે. હવે ડીલર્સ આ કારોના સર્કીટ બોર્ડમાં નવા ફયુઝ આલગાવાશે જેથી કરીને આગના જાેખમને નિવારી શકાય.

અમેરીકાની ધ નેશનલ હાઈવે ટ્રાફીક સેફટી એડમીનીસ્ટ્રીશન એ કારના માલીકોને વિનંતી કરી છે કે તેઓ કાર કંપનીની સલાહને અનુસરેે કારણ કે કાર નિર્માતાઓનું માનવું છે કે કારના એન્ટીલોક બ્રેક સીસ્ટમમાં આંતરીક શોર્ટ સર્કીટ થઈ શકે છે. જેનાથી કાર પાર્ક હોય ત્યારે કે ચાલતી હોય ત્યારે તેમાં આગ લાગી શકે છે.

ઉલ્લેખનીય છે કે ર૦ર૦માં કારમાં એન્જીનની સમસ્યાને જાેતા કારોને રીપેરીગ માટે સમયસર નહી પરત નહી બોલાવવામાં માટે કોરીયન કંપની પર ર૧૦ મીલીયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે  કે હ્યુન્ડાઈ અને કિઆ કાર કંપનીની આ સમસ્યા તેવા સમયે સામે આવી છે જયારે આ કંપનીઓના પાકિસ્તાન એકમ દ્વારા કરાયેલી પોસ્ટ બદલ તેમણે ભારતના ઠપકાનો સામનો કરવો પડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.