રણબીર અને મારા લગ્ન થશે ત્યારે સુંદર રીતે થશે: આલિયા
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ઘણા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં છે. અન્ય સેલેબ્સની જેમ આલિયા અને રણબીરે ક્યારેય પણ ફેન્સથી પોતાનો પ્રેમ છુપાવીને રાખ્યો નથી. કેઝ્યુઅલ ઈન્ટરવ્યૂ હોય કે પછી પબ્લિક અપિયરન્સ, હંમેશા તેઓ એકબીજાનો ઉલ્લેખ કરવાનું ભૂલતા નથી અને આ જ તેમની વચ્ચે કેટલો પ્રેમ છે તે વાતની ચાડી ખાય છે.
ફેન્સને પણ પાવર કપલની આ જાેડી ખૂબ ગમે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના સંબંધો દિવસ જતા મજબૂત થઈ રહ્યા છે અને આ સાથે ફેન્સ તેમજ મીડિયા દ્વારા તેમના લગ્ન વિશે પણ સવાલ કરવામાં આવી રહ્યા છે.
ફેવરિટ કપલ ક્યારે લગ્નના તાંતણે બંધાશે તે જાણવા માટે ફેન્સ આતુર છે. ઘણા સમય પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં રણબીર કપૂરે કહ્યું હતું કે, જાે કોરોના મહામારી ન આવી હોત તો તેણે આલિયા ભટ્ટ સાથે લગ્ન કરી લીધા હોત. હાલમાં બોયફ્રેન્ડની આ વાત પર વાતચીત કરતાં આલિયા ભટ્ટ સંમત થઈ હતી. તેણે કહ્યું હતું કે, તેનો બોયફ્રેન્ડ આ વાતમાં ખોટો નથી. તેણે ઉમેર્યું હતું કે, તેણે પહેલાથી જ રણબીર કપૂર સાથે લગ્ન કરી લીધા છે, પરંતુ મનમાં. આલિયા ભટ્ટે આગળ કહ્યું હતું કે, જ્યારે પણ તેમના લગ્ન થશે ત્યારે ખૂબ જ સુંદર રીતે થશે.
તેણે કહ્યું હતું કે, તેણે રણબીર કપૂર સાથે મનમાં લગ્ન કરી લીધા છે અને ઉમેર્યું હતું કે, તેણે મનમાં લગ્ન કરી લીધા તેને ઘણો લાંબો સમય થઈ ગયો છે. રણબીર કપૂરને ડેટ કરતા પહેલા આલિયા ભટ્ટ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રિલેશનશિપમાં હતી.
અગાઉ, તેનું નામ વરુણ ધવન સાથે પણ જાેડાયું હતું. તો બીજી તરફ રણબીર કપૂર ઘણી એક્ટ્રેસિસ સાથે રિલેશનશિપમાં હતો. જેમાં કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણનો પણ સમાવેશ થાય છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, બોલિવુડના ફેમસ લવબર્ડ્સમાંથી એક આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે. જે ૯ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. તેનું મોશન પોસ્ટર ડિસેમ્બર, ૨૦૨૧માં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં મૌની રોય અને અમિતાભ બચ્ચન પણ મહત્વના રોલમાં છે.SSS