Western Times News

Gujarati News

અમદાવાદમાં 5 બેડમિન્ટન કોર્ટ સાથેની સૌથી મોટી પ્રાઈવેટ એકેડમી શરૂ થઈ

અમદાવાદ ખાતે 5 કોર્ટ સાથે ની સૌથી મોટી પ્રાઈવેટ બેડમિન્ટન એકેડમી ‘ બ્લેક એન્ડ વન’ ની રજૂઆત

12000 ચોરસફૂટ ના વુડન ફ્લોરિંગ સાથેના  વિશાળ એરિયામાં પથરાયેલ બ્લેક એન્ડ વન બાળકોથી લઈને સહુ માટે ખુલ્લુ મૂકાયું.

અમદાવાદ ખાતે 5 કોર્ટ સાથેની સૌથી મોટી પ્રાઈવેટ બેડમિન્ટન એકેડેમી બ્લેક એન્ડ વન’(Blackk&One) ની રજૂઆત કરવામા આવી. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ કોર્ટ્સ બેડમિન્ટન સ્પોર્ટ્સ ને નવી ઊચાઈએ લઇ જશે.

બ્લેક એન્ડ વન એકેડમી નું ઉદઘાટન ગુજરાતનાં માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે અમદાવાદ પોલિસ કમિશ્નર શ્રી સંજય શ્રીવાસ્તવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેડમિન્ટન એકેડમી ની સંકલ્પના ગુજરાત , અમદાવાદ ખાતે  ક્રાઇમ બ્રાન્ચ ના આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ – જીતેન્દ્ર યાદવ અને રોમિત અરોરા દ્વારા કરવામાં આવી છે. શ્રી યાદવ નેશનલ લેવલ  બેડમિન્ટન પ્લેયર છે અને આઇટી કંપની ના માલિક રોમિત  અરોરા સ્ટેટ લેવલ  બેડમિન્ટન પ્લેયર છે.

12000 ચોરસફૂટ ના વુડન ફ્લોરિંગ સાથેના  વિશાળ એરિયામાં પથરાયેલ બ્લેક એન્ડ વન બાળકો થી લઈને સહુ માટે ખુલ્લુ છે. પોતાના આનંદ માટે રમવા માંગતા લોકોને પણ એકેડમી આવકારે છે તેઓ ટાઈમિંગ સ્લોટ બુક કરી ને રમી શકે છે. એકેડમી માં જિમ અને ફિઝિયોથેરપી સેન્ટરની પણ સગવડ છે.

સ્પોર્ટ્સમાં યોગ્ય તાલીમ અને સફળતા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ સાથે બ્લેક એન્ડ વન એકેડમી 6 વર્ષથી ઉપરના બાળકો માટે લર્નિંગ અને કોચિંગ ઓફર કરે છે.

એકેડમી ખાતે પ્રાથમિક તાલીમ ઉપરાંત સેમી એડ્વાન્સ અને એડ્વાન્સ બેડમિન્ટન કોચિંગ આપવામાં આવશે.

એકેડમી દ્વારા તાલીમાર્થી માટે સાયંટિફિક સેશન જેમ કે ફિઝિયો સેશન , ફંક્શનાલિટી સ્ક્રીનિંગ , મુવમેંટ સ્ક્રીનિંગ હાથ ધરાશે અને તેના આધારે તાલીમાર્થી માટે ફિટનેસ ટ્રેનીંગ મોડ્યુઅલ તૈયાર કરાશે.

ખાસ તાલીમ દ્વારા તાલીમાર્થીઓ ની રમતમાં થતી ખામી/ભૂલો દૂર કરવામાં આવશે અને કોઈ ઇજા થાય ઇનહાઉસ  ફિઝિયોથેરેપી સેન્ટર મદદરૂપ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.