Western Times News

Gujarati News

પાક. હ્યુન્ડાઈની વિવાદિત પોસ્ટને લઈ બજરંગ દળ લાલધૂમ

અમદાવાદ, હ્યુન્ડાઈ પાકિસ્તાનએ પોતાના ઓફિશિયલ ટ્‌વીટર હેંડલ પરથી કાશ્મીરની આઝાદીને સમર્થન આપતા ગુજરાત સહિત દેશભરમાં ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારે આજે અમદાવાદમાં પણ બજરંગ દળે મોરચો માંડ્યો અને બાઈક રેલી યોજીને શો રૂમની બહાર સૂત્રોચ્ચાર કરીને કંપની સામે રોષ ઠાલવ્યો હતો.

આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ Hyundaiના શોરૂમની બહાર ‘પીઓકે સહિત આખું કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે’ના પોસ્ટર્સ સાથે વિરોધ નોંધાવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર કાશ્મીર મુદ્દે હ્યુન્ડાઈ પાકિસ્તાન ઓફિશિયલ ટિ્‌વટર હેંડલ પરતી કાશ્મીર માટે લડત ચલાવતા અને બલિદાન આપનાર ભાઈઓને અમારો સપોર્ટ છે તેવું ટ્‌વીટ કરવામાં આવતા ગુજરાત સહિત દેશભરમાં રોષ ભભૂકી ઉઠ્‌યો.

ગુજરાતના બજરંગદળના અગ્રણીઓ ઉપરાંત પોલીસ અધિકારીએ પણ લોકોને હ્યુન્ડાઈ કંપનીનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. દેશભરમાં વિવાદ ચરમસીમાએ પહોંચતા વિદેશી કાર કંપનીએ પોતાના પાકિસ્તાન હ્યુન્ડાઈના ઓફિશિયલ ટિ્‌વટર એકાઉન્ટ પરતી ટિ્‌વટ હટાવી દીધું પરંતુ વિવાદ ઓછું થવાનું નામ લઈ રહ્યો નથી. શનિવારે અમદાવાદમાં બજરંગદળના કાર્યકરો દ્વારા પાંજરાપોલ અને પંચવટી સહિતના વિસ્તારમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી અને કાર કંપનીના શો રૂમની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જેમાં કાર્યકરોએ જય જય શ્રી રામ, કાશ્મીર કે સમ્માન મેં બજરંગદળ મૈદાન મેં’, ભારત માતાકી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા. એટલું જ નહીં, કાર્યકરોએ ‘પીઓકે સહિત સમગ્ર કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે ના લખાણ લખેલા પોસ્ટર્સ પણ કારના શોરૂમની બહાર ચોટાડ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર વિવાદિત પોસ્ટ મામલે બજરંગદળના અગ્રણીએ હ્યુન્ડાઈ ઈન્ડિયાના મેનેજરને કંપનીના વાહનોનો બોયકોટ કરવાની ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે, શહીદ જવાનો અને કાશ્મીરી પંડિતોના બલિદાનના અપમાનને બજરંગદળ સાખી નહીં લે. કાશ્મીર ભારતનો ભાગ છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હ્યુન્ડાઈના ટિ્‌વટને પગલે સમગ્ર દેશમાં હોબાળો મચ્યો હતો અને લોકો સોશિયલ મીડિયા પર અપીલ કરવા લાગ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.