સુરત ગ્રિષ્મા વેકરિયા હત્યા કેસ: આરોપી કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો
સુરત, સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં પાદરા ખાતે શનિવારે મોડી સાંજે એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને જાહેરમાં ચપ્પુનાં ઘા ઝીંકી રહેંસી નાખવાની ઘટના બની હતી. જે વાતે ચકચાર મચી ગયો છે.
આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેની સાથે સમાજના અગ્રણીઓ હવે આ દીકરીને વિદાય આપવા માટે બહાર આવ્યા છે ત્યારે સમાજના અગ્રણીઓને આજરોજ પોલીસ કમિશનર અને રેન્જ આઈજીને મળી આરોપી સ્મોકિંગ ઝોન અને couple box ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આરોપી યુવક અંગે તેનાં પિતાએ પણ કહ્યું હતું કે, તે પરિવારનાં કહ્યાંમાં નથી.
તેમનો જ સિક્કો ખોટો છે. તેને ફાંસીની સજા આપવાની પણ તેમણે વાત કરી હતી. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ગુનાખોરીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે સતત અત્યારે ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે બે દિવસ પહેલાં કામરેજ તાલુકાના પાદરા ખાતે જે ઘટના બની હતી ગ્રીષ્મા નામની યુવતીને જાહેરમાં ફેમિલી નામના યુવકે એક તરફી પ્રેમમાં પાગલ થઇ ચપ્પુ લઇને તેના ભાઈ અને માતાની નજર સામે જાહેરમાં રહેંસી નાખવાની ઘટના બનવા પામી હતી જાેકે આ ઘટના નો લાઇવ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકો તેનાં પર રોષ ઠાલવી રહ્યા છે.
દિકરીને ન્યાય મળે તે માટે સમાજના અગ્રણીઓ પણ હવે આગળ આવી રહ્યા છે જાેકે ફેનીલ ગોયાણી ગ્રીષ્મા વેકરીયાને લાંબા સમયથી હેરાન-પરેશાન કરતો હતો એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીનાં પરિવાર દ્વારા ઠપકો આપવા સાથે સમાજના આગેવાનોને જાેડે રાખી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ જે પ્રકારે આ ઘટના બની છે ત્યારે સમાજના અગ્રણીઓ હવે આગળ આવ્યા છે ખાસ કરીને આરોપીને રૂપિયાની બેલેન્સ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કપલ બોક્સ ચલાવતો હોવાની વિગતો સામે આવી છે ત્યારે આવા કપલ બોક્સને કારણે આ પ્રકારની હિચકારી ઘટના બનતી રહે છે જેને લઇને આવા ખરાબ ધંધા બંધ કરાવવા અને દીકરીને આપવા માટે સમાજના અગ્રણીઓ આગળ આવ્યા છે.
સામાજિક આગેવાન દિનેશ નાવડીયા જણાવ્યું કે, આરોપી યુવક કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો જે બંધ થવું જાેઇએ. સ્મોકિંગ ઝોનનાં નશામાં યુવાધન બરબાદ થઇ રહ્યું છે. સામાજિક આગેવાન દિનેશ નાવડીયાએ વધુમાં જણાવ્યું કે, આરોપી યુવક કપલ બોક્સ અને સ્મોકિંગ પાર્લર ચલાવતો હતો જે બંધ થવું જાેઇએ. સ્મોકિંગ ઝોનનાં નશામાં યુવાધન બરબાદ થઇ રહ્યું છે.
સ્મોકિંગ ઝોનમાં નશાનો કારોબાર થાય છે. તો કપલબોક્સમાં યુવતીઓનાં જીવન બરબાદ થાય છે. બીજી બાજુ વાત કરીએ તો ફેનિલ ગોયાણીનાં પિતા પંકજભાઈ પોતાનો દીકરો તેમના કહ્યામાં નથી અને સમગ્ર ઘટનાને લઈને પોતાનો સિક્કો ખોટો હોવાની વાત કરી હતી.
અને આ દીકરાને ફાંસીની સજા આપવામાં આવે તો પણ તેમને કંઇ રંજ નથી. તેવી વાત પણ કરી હતી જાેકે આ મામલામાં ગુજરાતના ગૃહ મંત્રી સહિતના આગેવાનોએ ભોગ બનનારી દીકરીનાં પરિવારને મળી સાંત્વના આપી હતી અને આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલી ઝડપી ન્યાય મળે તે પ્રકારના પ્રયાસો પર પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યા છે.SSS