ખાલી પેટે અજમાનું પાણી પીવાથી ચરબીના થર ઝડપથી ઘટે છે
આજે પણ મોટા ભાગના ઘરોમાં સત્વરે નાસતા માટે બનતા પરાઠામાં અજમાનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં અજમો પેટ દર્દ અને ગેસ જેવી પરેશાની દુર કરે છે. સવારે અજમો અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. મેદાની બનેલી વાનગીઓમાં તેનો ઉપયોગ વધુ થાય ેછ.
તેનું કારણ એ મેદો પચવામાં સૌથી વધુ સમય લે છે. તેનાથી પેટના રોગો થવાનું જાેખમ પણ વધુ રહે ેછ. તેથી જ મેદો વહેલો પચી જાય એ માટે તથા તે ખાવાથી પેટમાં ગેસ ન બને એ માટે અજમાનો ઉપયોગ થાય છે. અજમો ભોજનના સ્વાદને વધારે છે સાથે જ પેટની પણ કેટલીય બીમારીઓ ખતમ કરી દે છે.
આપણા પૂર્વજાે અજમાના ગુણો સદીઓથી જાણતા હતા તેથી જ આપણી રસોઈમાં તેનું મહત્વ રહયું છે. આજે પણ ઘરોમાં પેટમાં દુખે ત્યારે દવા પહેલાં અજમો પીવાય છે. પેટ દર્દ અને ગેસની સમસ્યઓ અજમો ઝડપથી રાહત આપે છે. ખાલી પેટ અજમો ખાવાથી બોન્ક્રાઈટીસ અને અસ્થામામાં રાહત મળે છે.
ગોળની સાથે અજમો ખાવાથી વધુ લાભ થાય છે. અજમાનાં એન્ટીપેમોડીક અને કામિર્નેટીવ હોય છે, અસ્થામાં રાહત આપે છે. જે લોકોને આર્થરાઈટીસ અને સાંધાના દર્દીનો ફરીયાદ રહે છે. તેમને માટે પણ અજમો ઘણો લાભકારી છે. અજમાના તેલથી માલીસ કરવાથી લાભ થાય છે. ડાયાબીટીસના દર્દી રાત્રે ગરમ દૂધમાં એક ચમચી લીમડાનો પાઉડર અને અડધી ચમચી અજમા તથા જીરુંનો પાઉડર મેળવી ૩૦ દિવસ સુધી પીએ તો રાહત મળે છે.