હેમા માલિની સહિત ભાજપના અનેક નેતાઓની પંજાબ રેલીઓ રદ્દ

નવીદિલ્હી, પંજાબના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો સાથે કોઈ વિવાદ ન થાય તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. ભાજપના સ્ટાર પ્રચારકો માલવાના વિસ્તારોથી દૂર રહ્યા જ્યાં ખેડૂત સંગઠનોનું વર્ચસ્વ છે.
અહેવાલો અનુસાર ૧૨ ફેબ્રુઆરીએ પંજાબના ગ્રામીણ વિસ્તારોમાં યોજાનારી હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની રેલીઓ રદ થયા પછી અભિનેત્રી-રાજકારણી હેમા માલિનીની સંપૂર્ણ ટૂર કોઈપણ કારણ આપ્યા વિના રદ કરવામાં આવી છે. તેઓ અમૃતસર પૂર્વ, અમૃતસર પશ્ચિમ અને મૌડમાં રેલીઓને સંબોધવાના હતા. ગૃહમંત્રી અમિત શાહના કાર્યક્રમમાં પણ છેલ્લી ઘડીએ ફેરબદલ કરવામાં આવ્યો હતો.
જ્યારે બીજેપીનું કહેવું છે કે ખેડૂતોના વિરોધના આહ્વાનને આ ફેરફારો સાથે કોઈ લેવાદેવા નથી બીજી તરફ સુનામ અને મૌર માલવાના મતવિસ્તાર તરીકે અલગ છે, જ્યાં આ કોલ ભાજપની મુશ્કેલીઓને વધારી શકે છે. જ્યારથી ચૂંટણી પ્રચાર શરૂ થયો છે ત્યારથી ભાજપના સ્ટાર પ્રચારકો માલવા પ્રદેશના અંતરિયાળ વિસ્તારોને ટાળી રહ્યા છે જ્યાં ખેડૂત સંગઠનોનું પ્રભુત્વ છે.
બીકેયુ (ડાકોંડા) અને બીકેયુ (ઉગ્રહાં) એ અમિત શાહની સુનામની મુલાકાત સામે વિરોધની જાહેરાત કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ લેવલની વ્યવસ્થા શરૂ થાય તે પહેલાં તે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
ભટિંડા જિલ્લાના બીકેયુ (ઉગ્રહાં)ના જિલ્લા સમિતિના સભ્ય જગસીર સિંહ ઝુંબાએ જણાવ્યું હતું કે અમે હેમા માલિનીની મુલાકાતનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. તેઓએ કહ્યું કે તેઓ શનિવાર સાંજ સુધી વ્યવસ્થા કરી રહ્યા હતા અને બાદમાં જાણવા મળ્યું કે મોડી રાત સુધી તેમનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
બીજેપીના અન્ય તમામ શક્તિ પ્રદર્શન શહેરી વિસ્તારોમાં છે જ્યાં તે છેલ્લા ઘણા સમયથી જીછડ્ઢ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. અમિત શાહની પટિયાલા અર્બન રેલી પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહના સંસદીય ક્ષેત્ર માલવામાં હતી. ૧૭ ફેબ્રુઆરીએ માલવામાં પીએમની એકમાત્ર રેલી અબોહરમાં હશે જે ૨૫ વર્ષથી વધુ સમયથી ભાજપની બેઠક છે.
હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર લુધિયાણાના જગરાં અને ગિલ મતવિસ્તારમાં રેલીઓને સંબોધવાના હતા જે ગ્રામીણ વિસ્તાર હતો અને ત્રીજાે કપુરથલામાં, પરંતુ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જાેકે ભાજપે ટેકનિકલ મુદ્દાઓનો હવાલો આપ્યો હતો, બીકેયુ (ડાકોંડા) ના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓએ જાગરોંમાં મોટા વિરોધની જાહેરાત કરી હતી.
કાર્યક્રમ રદ્દ થયા બાદ તેમણે જગરાંની દાણા મંડીમાં વિજય રેલીનું પણ આયોજન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ માલવા આવ્યા હતા, પરંતુ ૯ ફેબ્રુઆરીએ લુધિયાણાના શહેરી વિસ્તારોમાં અટવાઈ ગયા હતા.
બીકેયુ (ડાકોંડા)ના સભ્યો કહે છે કે અમારો સંઘ મજબૂત હોય તેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ અમે ભાજપના ઉમેદવારોનો વિરોધ કરીએ છીએ. એનડીએ સરકારના ઉદાસીન વલણને કારણે અમે કૃષિ કાયદા સામેના સંઘર્ષને ભૂલી શકતા નથી. ભાજપના સુરજીત સિંહ જ્યાનીને પણ શનિવારે ફાઝિલકાના ગામોમાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો.HS