Western Times News

Gujarati News

LICના પોલિસીધારકોને IPOમાં અરજી કરવા આટલી વિગતો અપડેટ કરવી પડશે

બજારમાં અગ્રણી વીમાકંપની અને નાણાકીય જૂથ લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)એ ઉલ્લેખ કર્યો છે કે, દરેક પોલિસીધારક સુનિશ્ચિત કરશે કે તેમની પેન કાર્ડની વિગતો કોર્પોરેશનની પોલિસી રેકોર્ડમાં 28 ફેબ્રુઆરી, 2022ના રોજ કે અગાઉ અપડેટ થયેલી હોય, જેથી આગામી પબ્લિક ઇશ્યૂમાં અરજી માટે લાયકાત ધરાવતા પોલિસીધારક ગણાશે.

એલઆઇસીની વેબસાઇટ પર સીધા કે એજન્ટોની મદદ સાથે પેન અપડેશન થઈ શકશેઃ

https://licindia.in/Home/Online-PAN-Registration

ક્વોટા:લાયકાત ધરાવતા પોલિસીધારક(કો) માટે કુલ રિઝર્વેશન ઓફરની કુલ સાઇઝના 10 ટકાથી વધારે નહીં હોય. લાયકાત ધરાવતા પોલિસીધારક(કો)ને ફાળવણી માટે ઉપલબ્ધ ઓફરનો હિસ્સો સપ્રમાણ આધારે ભારત સરકાર પાસેથી જરૂરી મંજૂરીઓ મળવાને આધિન છે. LIC Policyholders have to update PAN details by 28th February 2022 to be able to apply in Policyholder quota in IPO

પોલિસીધારકો (કાયદા, નિયમો, નિયમનો અને બિનવ્યક્તિગત પોલિસીધારકો અંતર્ગત લાયકાત ન ધરાવતી અન્ય આ પ્રકારની વ્યક્તિઓ સિવાય)ડીઆરએચપીની તારીખ (એટલે કે 13 ફેબ્રુઆરી, 2022) અને બિડ/ઓફર ખુલવાની તારીખે એક કે વધારે પોલિસીઓ ધરાવતા એલઆઇસીના અને ભારતમાં રહેતી વ્યક્તિઓ પોલિસીધારક રિઝર્વેશન પોર્શન અંતર્ગત આ ઓફરમાં અરજી કરી શકશે અને ડિસ્કાઉન્ટનો લાભ મેળવી શકે છે.

પોલિસીધારકને ડિસ્કાઉન્ટઃ એલઆઇસી અને ભારત સરકાર બીઆરએલએમ સાથે ચર્ચા કરીને લાયકાત ધરાવતાં પોલિસીધારક(કો)ની ઓફર પ્રાઇસમાં ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે, જે જરૂરી પડી શકે એવી જરૂરી મંજૂરીઓને આધિન છે તથા બિડ/ઓફર ખુલવાની તારીખના ઓછામાં ઓછા બે કાર્યકારી દિવસોમાં જાહેર કરવામાં આવશે.

પબ્લિક ઇશ્યૂઃ એલઆઇસીએ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા કાર્યરત ભારતનાં રાષ્ટ્રપતિ દ્વારા (“વિક્રેતા શેરધારક”) દ્વારા વેચાણ માટે ઓફર દ્વારા 316,249,885 ઇક્વિટી શેરનો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹10 છે.

ઓફરના ઉદ્દેશ સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટનો એજન્ડાને પાર પાડવાનો અને એલઆઇસી માટે સ્ટોક એક્સચેન્જીસ પર ઇક્વિટી શેરના લિસ્ટિંગના ફાયદા મેળવવાનો છે.

એમ્પ્લોયી રિઝર્વેશન પોર્શન એલઆઇસીની પોસ્ટ-ઓફર ઇક્વિટી શેર મૂડીનો 5.00 ટકાથી વધારે હિસ્સો નહીં ધરાવે.

એલઆઇસી સ્થાનિક સિસ્ટેમેટિકલી ઇમ્પોર્ટન્ટ ઇન્સ્યોર્ર અને ફાઇનાન્શિયલ જૂથ છે. એલઆઇસી 65 વર્ષથી વધારે સમયથી ભારતમાં જીવન વીમો પ્રદાન કરે છે અને પ્રીમિયમ (જીડબલ્યુપી)ની દ્રષ્ટિએ 64.1 ટકા હિસ્સા સાથે, નવા બિઝનેસ પ્રીમિયમ (એનબીપી)ની દ્રષ્ટિએ 66.2 ટકા બજારહિસ્સા સાથે,

ઇશ્યૂ થયેલી વ્યક્તિગત પોલિસીઓની સંખ્યાની દ્રષ્ટિએ 74.6 ટકા બજારહિસ્સા સાથે, નાણાકીય વર્ષ 2020-21માં ઇશ્યૂ થયેલી ગ્રૂપ પોલિસીઓની સંખ્યાની દ્રષ્ટિએ 81.1 ટકા બજારહિસ્સા સાથે તેમજ વ્યક્તિગત એજન્ટોની દ્રષ્ટિએ ભારતમાં સૌથી જીવન વીમાકંપની છે, જે 31 માર્ચ, 2021 સુધી ભારતમાં કુલ વ્યક્તિગત એજન્ટમાં 55 ટકા હિસ્સો ધરાવે છે., (સ્તોત્રઃ ક્રિસિલનો રિપોર્ટ).

એલઆઇસીની બજારમાં લીડર તરીકે કામગીરીની મુખ્ય 10 બાબતો…..

1.       લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (ભારતીય જીવન વીમા નિગમ) કુલ રિટર્ન પ્રીમિયમના 64.1 ટકા બજારહિસ્સા સાથે ભારતમાં સૌથી મોટી જીવન વીમાકંપની છે અને 30 સપ્ટેમ્બર, 2021 સુધી રૂ. 39.56 લાખ કરોડની એયુએમ સાથે ભારતમાં સૌથી મોટી એસેટ મેનેજર છે.

બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા જાહેર કરવામાં આવેલા “ઇન્સ્યોરન્સ 100, 2021 રિપોર્ટ” મુજબ, એલઆઇસીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અને દસમી સૌથી વધુ મૂલ્ય ધરાવતી વીમાકંપની ગણાવવામાં આવી હતી. બ્રાન્ડ એલઆઇસીને 2018, 2019 અને 2020 માટે બ્રાન્ડઝેડTM ટોપ-75 મોસ્ટ વેલ્યુએબ્લ ઇન્ડિયન બ્રાન્ડ્સ રિપોર્ટમાં ભારતમાં બીજી સૌથી વધુ મૂલ્ય ધરાવતી બ્રાનડ્ તરીકે ડબલ્યુપીપી કેન્ટર દ્વારા ગણાવવામાં આવી હતી.

2.       એલઆઇસીના બજારહિસ્સાઓ પર એક નજરઃ કુલ રિટન પ્રીમિયમ (જીડબલ્યુપી)નો 64.1 ટકા, નવા બિઝનેસ પ્રીમિયમ (એનબીપી)ના 66.2 ટકા, ઇશ્યૂ થયેલી વ્યક્તિગત પોલિસીઓનો 74.6 ટકા, ઇશ્યૂ થયેલી પોલિસીનો 81.1 ટકા હિસ્સો ધરાવે છે. એલઆઇસી ભારતમાં કુલ વ્યક્તિગત એજન્ટના 55 ટકા ધરાવે છે.

એલઆઇસીએ ભારતમાં 2.1 કરોડ વ્યક્તિગત જીવન વીમાપોલિસીઓ ઇશ્યૂ કરી છે, જે નાણાકીય વર્ષ 2020-21 માટે ભારતમાં ઇશ્યૂ થયેલી નવી વ્યક્તિગત પોલિસીઓનો 75 ટકા બજારહિસ્સો ધરાવે છે. ભારતીય જીવન વીમાનું બજાર વિશ્વમાં દસમું સૌથી મોટું અને વીમાના પ્રીમિયમની દ્રષ્ટિએ એશિયામાં પાંચમું સૌથી મોટું છે.

એલઆઇસીનાં નાણાકીય વર્ષ 2020-21ના આંકડાને આંતરરાષ્ટ્રીય જીવન વીમાકંપનીઓના 2020ના આંકડાઓ સાથે સરખાવીએ તો કંપની જીવન વીમાનાં કુલ રિટર્ન પ્રીમિયમ દ્વારા વિશ્વમાં પાંચમું સ્થાન ધરાવે છે તથા 31 ડિસેમ્બર, 2021 સુધી અન્ય જીવન વીમાકંપનીઓની કુલ એસેટની સરખામણીમાં વિશ્વમાં 10મું સ્થાન ધરાવે છે.

એલઆઇસી 30 સપ્ટેમ્બર, 2021ના રોજ ભારતમાં સૌથી મોટી એસેટ મેનેજર છે, જેની એયુએમ કે એસેટ મેનેજમેન્ટમાં પોલિસીધારકનાં રોકાણ, શેરધારકોના રોકાણો અને સંબંધિત જવાબદારીઓનું કવચ ધરાવતી એસેટ રૂ. 39.56 ટ્રિલિયન (લાખ કરોડ) સામેલ છે.

ભારતમાં તમામ ખાનગી જીવન વીમાકંપનીઓની એયુએમ કરતાં એલઆઇસીની એસેટ અંડર મેનેજમેન્ટ 3.3 ગણાથી વધારે છે, જે બીજી સૌથી મોટી ભારતીય જીવન વીમાકંપનીની એયુએમથી અંદાજે 16.2 ગણી, સંપૂર્ણ ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રની એયુએમથી 1.1 ગણાથી વધારે અને નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતની વાર્ષિક જીડીપીના 18.5 ટકા છે.

એજન્ટના બહોળા નેટવર્ક, મજબૂત ટ્રેક રેકોર્ડ, બ્રાન્ડ “એલઆઇસી”માં ભરપૂર ભરોસો અને કોર્પોરેશનની 65 વર્ષથી કોર્પોરેશનની કામગીરીના બહોળા અનુભવ સાથે એલઆઇસી 30 સપ્ટેમ્બર, 2021 સુધી વ્યક્ગિત વ્યવસાય હેઠળ અમલમાં 28.26 કરોડ પોલિસીઓ ધરાવે છે.

કોર્પોરેશન વિવિધતાસભર પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં એના વ્યક્તિગત અને ગ્રૂપ ઉત્પાદનોમાં વિવિધ પેટાસેગમેન્ટને આવરી લેવામાં આવ્યાં છે. 30 સપ્ટેમ્બર, 2021 સુધી એના વ્યક્તિગત જીવનવીમા ઉત્પાદન પોર્ટફોલિયોમાં 32 વ્યક્તિગત ઉત્પાદનો (17 સહભાગી, 15 બિન-સહભાગી) અને સાત વ્યક્તિગત વૈકલ્પિક રાઇડર બેનિફિટ સામેલ હતાં.

ભારતમાં એલઆઇસીના ગ્રૂપ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં 10 ગ્રૂપ પ્રોડક્ટ સામેલ હતી. 27થી 40 વર્ષની વયજૂથમાં ગ્રાહકોએ નાણાકીય વર્ષ 2020-21માં વેચાણ થયેલી અંદાજે 42 ટકા વ્યક્તિગત પોલિસીઓ ખરીદી હતી.

કોર્પોરેશન વ્યક્તિગત ઉત્પાદનો માટે ઓમ્નિ-ચેનલ વિતરણ પ્લેટફોર્મ ધરાવે છે. ભારતમાં જીવન વીમાકંપનીઓ વચ્ચે એલઆઇસી સૌથી વધુ વ્યક્તિગત એજન્ટનું નેટવર્ક ધરાવે છે, જેમાં 31 માર્ચ, 2021 સુધી 13.4 લાખ વ્યક્તિગત એજન્ટ સામેલ છે. એલઆઇસીનું વિતરણ નેટવર્ક 13.4 લાખ વ્યક્તિગત એજન્ટ, 72 બેંકાશ્યોરન્સ પાર્ટનર, 174 અલ્ટરનેટિવ ચેનલ્સ, એની વેબસાઇટ (ડિજિટલ વેચાણ), 3,463 સક્રિય માઇક્રો-ઇન્સ્યોરન્સ એજન્ટ અને જીવન વીમા યોજનાઓ માટે 4,400 પોઇન્ટ-ઓફ-સેલ વ્યક્તિઓનું છે.

એલઆઇસી સમગ્ર ભારતમાં 2,048 બ્રાન્ચ ઓફિસ અને 1,554 સેટેલાઇટ ઓફિસનું નેટવર્ક ધરાવે છે, જે દેશના 91 ટકા જિલ્લાઓને આવરી લે છે. એલઆઇસીની પેટાકંપનીઓ એલઆઇસી પેન્શન ફંડ, જે ભારત સરકારની ન્યૂ પેન્શન સિસ્ટમ અંતર્ગત પેન્શન-ફંડ સ્પોન્સર તરીકે નિમણૂક થયેલી ત્રણ કંપનીઓ પૈકીની એક છે

અને એલઆઇસી કાર્ડ્સ સર્વિસીસ લિમિટેડ (ક્રેડિટ કાર્ડ્સ) છે. ભારતમાં એલઆઇસીની સંલગ્ન કંપનીઓ એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, એલઆઇસીએચએફસી એએમસી લિમિટેડ, આઇડીબીઆઈ બેંક લિમિટેડ, આઇડીબીઆઈ ટ્રસ્ટીશિપ સર્વિસીસ લિમિટેડ,

એલઆઇસી મ્યુચ્યુઅલ ફંડ લિમિટેડ અને એલઆઇસી મ્યુચ્યુઅલ ફંડ ટ્રસ્ટી પ્રાઇવેટ લિમિટેડ છે, જે ફિજિ, મોરેશિયસ અને યુનાઇટેડ કિંગ્ડમમાં શાખા ધરાવે છે તથા બહરિન (કતાર, કુવૈત, ઓમાન અને યુએઇમાં કામગીરી સાથે), બાંગ્લાદેશ, નેપાળ, સિંગાપોર અને શ્રીલંકામાં પેટાકંપની જીવન વીમા ઉદ્યોગમાં છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.