વિદ્યાર્થીની આત્મહત્યાના કેસમાં CBI તપાસ સોંપાઈ

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે સીબીઆઇને તમિલનાડુના તંજવુર જિલ્લામાં કથિત રીતે મિશનરી સ્કૂલ દ્વારા ખ્રિસ્તી ધર્મ અપનાવવા અંગે દબાણ કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી તેની તપાસ કરવા મંજૂરી આપી દીધી છે.ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ બેલા એમ ત્રિવેદીની બેન્ચે મદ્રાસ હાઇકોર્ટના આદેશને પડકારતા તમિલનાડુ ડીજીપી દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ પર સોમવારે નોટિસ જારી કરી હતી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ મામલામાં બે પાસા છે. એક ચુકાદામાં કેટલીક ટિપ્પણીઓ નોંધાયેલી છે અને બીજાે સીબીઆઇ તપાસનો આદેશ આપતો અંતિમ આદેશ છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સીબીઆઇની તપાસમાં દરમિયાનગીરી કરવી તેના માટે યોગ્ય નહીં હોય, પરંતુ તે દરેક પાસા પર નોટિસ જારી કરશે. બેન્ચે જણાવ્યું હતું કે જારી નોટિસ ત્રણ સપ્તાહમાં પરત ખેંચી શકાય છે. આ દરમિયાન તપાસ જારી રાખવાના આદેશના સંદર્ભના લીધે આજે તપાસ સારી રહેશે. બેન્ચે જણાવ્યું હતું કે જારી નોટિસ ત્રણ સપ્તાહમાં પરત કરી શકાય છે. આ દરમિયાન તપાસ જારી રહેશે તેમ જણાવ્યું હતું.
તમિલનાડુ તરફથી વકીલ મુકુલ રોહતગી હાજર થયા હતા. હાઇકોર્ટે ૩૧મી જાન્યુઆરીના રોજ તપાસ સીબીઆઇને સોંપી હતી. હાઇકોર્ટે જણાવ્યું હતું કે તે કોર્ટની ફરજ છે કે મૃતકને મરણોપરાંત પણ ન્યાય મળે. હાઇકોર્ટે ચુકાદામાં જણાવ્યું હતું કે આ કેસમાં ટોચના પ્રધાને ઝંપલાવ્યું હોવાથી તપાસ હવે તટસ્થ તપાસ ન થઈ શકે. તેથી દિલ્હી સ્થિત સીબીઆઇને તપાસ માટે આદેશ આપવામાં આવ્યો છે.HS