Western Times News

Gujarati News

ટાટા ગ્રુપે એર ઈન્ડીયામાં સીઇઓ પદે એલ્કર અઈસીની નિયુક્તી કરી

નવીદિલ્હી, એર ઇન્ડિયામાં બદલાવની શરૂઆત થઇ ચૂકી છે. ટાટા ગ્રુપે સૌથી પહેલા તેના કામ કરવાની રીતને બદલવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તૂર્કિ એરલાઈન્સના પૂર્વ એમડી એલ્કર અઈસીના ઈન્ટરનેશનલ સ્તરના કામને ધ્યાનમાં લઈને ટાટા ગ્રુપે તેમને એર ઈન્ડીયામાં સીઇઓ પદે નિયુક્તી કરીને તેમને મોટી જવાબદારી સોંપી છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરનની હાજરીમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો જેમાં બોર્ડની બેઠક મળી હતી.

૫૧ વર્ષીય એલ્કર અઈસી તુર્કીના બિઝનેસમેન છે. વર્ષ ૨૦૧૫માં તેમને ટર્કિશ એરલાઇનના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હવે તેમને એર ઇન્ડિયાની કમાન મળી ગઇ છે.

એલ્કર અઈસી ૧૯૯૪માં બિલ્કેન્ટ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ૧૯૯૫માં તેમણે યુનિવર્સિટી ઓફ ધ યુકે ખાતે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અઈસી ૧ એપ્રિલ, ૨૦૨૨ થી એર ઇન્ડિયાના કામકાજનું ધ્યાન રાખશે. તેમની નિયુક્તિ બાદ ઇલકાર આયેશીએ કહ્યું કે, એર ઇન્ડિયા એક આઇકોનિક એરલાઇન છે.

એર ઇન્ડિયાના વડા તરીકે ટાટા જૂથ સાથે સંકળાયેલા હોવાનું મને ગૌરવ છે. એર ઇન્ડિયામાં અમારા ભાગીદારો અને ટાટા ગ્રૂપના નેતૃત્વ સાથે નજીકથી કામ કરીને અમે એર ઇન્ડિયાની મજબૂત વિરાસતનો ઉપયોગ કરીને તેને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન બનાવીશું.

પોતાની નિયુક્તિ પર ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે એલ્કર અઈસી એવિએશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું નામ છે. તેઓ આ ઇન્ડસ્ટ્રીના લીડર છે. તેમના નેતૃત્વમાં તુર્કીશ એરલાઇન્સે મોટી સફળતા હાંસલ કરી છે. ટાટા ગ્રુપમાં અમે તેમનું સ્વાગત કરીએ છીએ.

તેમના નેતૃત્વમાં એર ઇન્ડિયાને નવી ઓળખ મળશે અને નવા યુગની શરૂઆત થશે.તેમણે ઉડ્ડયન સેક્ટરમાં ઘણુ સારુ કામ કર્યું હોવાથી તેઓ ટાટાની ગૂડબુકમાં આવ્યાં છે અને તેમણે મોટી જવાબદારી સોંપી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.