Western Times News

Gujarati News

મોદી સરકારના કાર્યકાળમાં ૫,૩૫,૦૦૦ કરોડ રૂપિયાના બેંક કૌભાંડ થયા છે: રાહુલ

નવીદિલ્હી, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેંક કૌભાંડને લઈને ફરી એક વખત સરકાર પર હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું છે કે મોદી સરકારના કાર્યકાળમાં ૫,૩૫,૦૦૦ કરોડ રૂપિયાના બેંક કૌભાંડ થયા છે.

આ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતીય જનતા પાર્ટીના ‘અચ્છે દિન’વાળા નારા પર પણ નિશાનો સાધ્યો છે. હાલમાં જ સામે આવેલી બેંક છેતરપિંડીની બાબતને લઈને કેન્દ્ર પર કટાક્ષ કરતા કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ રવિવારે કહ્યું કે આઝાદી બાદ દેશમાં આ પ્રકારની છેતરપિંડી નથી થઈ.

રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું કે-મોદી કાળમાં અત્યાર સુધી ૫ લાખ ૩૫ હજાર કરોડના બેંક ફ્રોડ થઈ ચૂક્યા છે. ૭૫ વર્ષોમાં ભારતની જનતાના પૈસાની આવી હાલત ક્યારેય થઈ નથી. લૂંટ અને છેતરપિંડીના આ માત્ર મોદીના મિત્રો માટે સારા દિવસ છે. એબીજી શિપયાર્ડ અને તેમના નિર્દેશકો વિરુદ્ધ કથિત રીતે ૨૨ હજાર ૮૪૨ કરોડ રૂપિયાની ૨૮ બેંકોને છેતરપિંડી કરવા માટે ફરિયાદ નોંધવામાં આવી છે.

આ બાબતને લઈને એસબીઆઇએ શનિવારે કહ્યું કે તેમણે એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેમના પૂર્વ અધ્યક્ષ અને વ્યવસ્થા સંચાલક ઋષિ કમલેશ અગ્રવાલ સાથે સાથે તાત્કાલીન કાર્યકારી ડિરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર અશ્વિની કુમાર, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેતિયા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

એ સિવાય એક અન્ય કંપની છમ્ય્ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ પર પણ આઇપીસી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનાહિત કાવતરા, છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસઘાત અને સત્તાવાર પદનો દૂરોપયોગના ગુનાની બાબતે કેસ નોંધવામાં આવ્યા છે.

હવે આ કેસને લઈને કોંગ્રેસ મોદી સરકાર પર નિશાનો સાધી રહી છે. પહેલા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને કૌભાંડને લઈને ભાજપ પર પ્રહાર કર્યો હતો. રણદીપ સુરજેવાલાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સાર્વજનિક રૂપે છેતરપિંડી અને જનતા પાસેથી પૈસાની છેતરપિંડી છતા સીબીઆઇ એસબીઆઇ અને મોદી સરકારે નોકરશાહી તકરાર અને ફાઇનલ પુશિંગમાં આખી બાબતને સોલ્વ કરી લીધી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.