૭ દિવસમાં સોનું ૨૨૦૦ રૂપિયા મોંઘુ થયું, ચાંદીમાં પણ જોરદાર ઉછાળો આવ્યો

નવીદિલ્હી, સોનાના ભાવમાં આજે સતત સાતમા દિવસે ઉછાળો જાેવા મળ્યો છે. વધતી કિંમતોને કારણે ફરી એકવાર સોનું તેના રેકોર્ડ સ્તર તરફ આગળ વધી રહ્યું છે.
આજના કારોબારમાં સોનું ૫૦૦૦૦ રૂપિયાની સપાટીને પાર કરી ગયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવમાં આજે ૦.૫૬ ટકાનો વધારો જાેવા મળ્યો છે. જણાવી દઈએ કે ૭ ફેબ્રુઆરીએ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત આજે ૦.૧૯ ટકા વધીને ૪૮,૦૧૪ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર છે.
જાે વર્ષ ૨૦૨૦ની વાત કરીએ તો આ સમયે સ્ઝ્રઠ પર સોનાની કિંમતમાં જાેરદાર વધારો જાેવા મળ્યો હતો. ઓગસ્ટ ૨૦૨૦માં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૫૬,૨૦૦ રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી.
એપ્રિલ ડિલિવરી માટે સોનાનો ભાવ ૦.૫૬ ટકાના વધારા સાથે ૫૦ હજારને પાર કરી ગયો છે. આજે સોનું ૫૦,૧૯૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે છે. બીજી તરફ આજના કારોબારમાં ચાંદી ૦.૪૬ ટકાના વધારા સાથે રૂ. ૬૪,૫૨૯ પ્રતિ કિલોના સ્તર પર કારોબાર કરી રહી છે.HS