કોરોનાના ઘટતા કેસ વચ્ચે શિવરાજ ચૌહાણ કોવિડની ઝપેટમાં આવ્યા

ભોપાલ, દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે. આ દરમિયાન ભાજપ શાસિત એક રાજ્યના મુખ્યમંત્રી કોરોનાન ઝપેટમાં આવ્યા છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાથી સંક્રમિત થયા છે.
શિવરાજ સિંહ ચૌહાણે, ટ્વીટ કરીને લખ્યું મેં મારો આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો છે. જેમાં હું કોવિડ પોઝિટિવ આવ્યો છે. મારામાં સામાન્ય લક્ષણ છે. કોવિડ-૧૯ની ગાઇડલાઇનનું પાલન કરતાં હું આઈસોલેટ થઈ ગયો છું. આગામી તમામ કાર્ય હું વર્ચુઅલી કરીશ. કાલે સંત શિરોમણિ રવિદાસ જયંતીના કાર્યક્રમમાં હુ વર્ચુઅલી જાેડાઈશ.
સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ પ્રમાણે, મધ્યપ્રદેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૬,૯૨૯ છે, જ્યારે ૧૦,૦૦,૦૨૫ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે અને ૧૦,૬૯૭ લોકોના રાજ્યમાં કોરોનાથી મોત થયા છે.HS