આરટીઓમાં પોલીસનો સપાટોઃ ત્રણ એજન્ટ વિરૂધ્ધ ગુનો નોંધાયો
(એજન્સી) અમદાવાદ, સુભાષબ્રિજ પાસે આવેલ આરટીઓ કચેરીમાં એજન્ટ પર પ્રતિબંધ હોવા છતાં અહીં ખાનગી એજન્ટ મારફતે લોકોના કામ થતાં હોવાનું માલુમ પડતા ત્રણ એજન્ટને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ એજન્ટ વિરૂધ્ધ રાણીપ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતા આરટીઓ કચેરી બહાર બુમાબુમ કરવામાં આવતા એજન્ટોમાં દોડધામ મચી જવા પામી હતી.
રાજ્યના આરટીઓ કચેરીમાં વચેટીયા પ્રથા નાબુદ કરવા માટે સરકાર દ્વારા એજન્ટો પર પ્રતિબંધ મુકવામાં આવેલો છે. તેમ છતાં સુભાષબ્રિજ પાસે આવેલ આરટીઓ કચેરી બહાર દિવસભર એજન્ટોનો મેળાવડો જામેલો હોય છે. અને આરટીઓ કચેરીમાં જાણે એજન્ટરાજ ચાલતુ હોય તેમજ અરજદારોના કામ એજન્ટ મારફતે જ થઈ રહ્યા હોવાની રાવ ઉઠવા પામી છે.
જેમાં એજન્ટો દ્વારા અરજદાર પાસેથી દામના બદલે કામ કરવામાં આવે છે. અને કોઈ વ્યક્તિ એજન્ટને મોં માંગ્યા નાણાં ન આપે તો તેને ધક્કે ચડાવવામાં આવતો હોવાની બુમરાણને લઈને આરટીઓ કચેરી અવારનવાર વિવાદોમાં રહે છે.
રાણીપ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે આરટીઓની કચેરીમાં મેઈન ગેેટ પાસ આવતા ચાર શખ્સો બુમાબુમ કરતા હતા. જેથી રાણીપ પોલીસે ચાર એઝન્ટઝડપી પાડ્યા હતા. રાણીપ ોલીસે નાગરીકોને ઉલટી સીધી વાતો કરી ભોળવીને ગેરમાર્ગે દોરતા હોવાથી અશ્વિન બોરના, દિલીપકુમાર ખટીક, પ્રશાંત શાહ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. આરટીઓ કચેરીમાં મોટાગજાના એજન્ટો અને અધિકારીઓની મીલીભગતથી અરજદારો લુંટાઈ રહ્યા છે. અહીં લોકોનેે એજન્ટ વિના કામ કરાવવા આંખે પાણી આવી જાય છે.
રાણીપ પોલીસની કાર્યવાહીથી અન્ય એજન્ટો છુમંતર થઈ ગયા
આરટીઓ કચેરીના મુખ્ય પ્રવેશદ્વાર બહાર દીવસભર એજન્ટોનો જમાવડો જાેવા મળે છે. જેમાં કેટલાક એજન્ટો તો તંબુ તાણીને બેઠા હોય છે તો કેટલાંક ગ્રાહકોને શોધવા હરતા ફરતા જાેવા મળે છે. ત્યારે રાણીપ પોલીસની કાર્યવાહીથી એજન્ટો પોતાના બિસ્તરા પોલા ઉપાડીને છુમંતર થઈ ગયા છે.