Western Times News

Gujarati News

બસ એક ક્લિક અને તુરંત લોન મળશેઃ શાતિર ઠગની જાળમાં ફસાતા નહી

(એજન્સી) અમદાવાદ, હાલના કોરોના સંકટના સમયમાં લોકો શક્ય એટલી વહેલી લોન મેળવવા ઈચ્છે છે. લોકો સોશ્યલ મીડીયા અથવા એપ્સ દ્વારા લોન અંગે સર્ચ કરતા હોય છે. ઠગો સોશ્યલ મીડીયા અથવા એપ્લીકેશનમાં આકર્ષક વ્યાજ દરે ખુબ જ ઓછા સમયમાં લોન આપવાનુૃ વચન આપે છે.

લોકડાઉન દરમ્યાન અચાનક જ આવી એપ્સ ખુબ જ સક્રિય થઈ ગઈ. કારણ કે ઘણા લોકોએ તેમની નોકરી પણ ગુમાવી દીધી છે તો દરરોજ કમાતા ઘણા લોકો પાસે કોઈ કામ નથી. આવા લોકો આવી એપ થકી રૂપિયા લેવા જતાં શાતિર ટોળકીની ઠગાઈનો ભોગ બન્યા છે.

પ્રોસેસિંગ ફીને બહાને રૂપિયા વસુલે છે
ઠગ તમને મંજુરીનો પત્ર મોકલ્યા બાદ પ્રોસેસિંગ ફીને બહાને ૩૦ હજારથી ૬૦ હજાર રૂપિયા વસુલે છે. પૈસા મળતા ની સાથે જ ઠગના નંબરો બંધ થઈ જાય છે. પૈસા ન હોવાથી પીડિતોને પોલીસ સ્ટેશનમાંથી પણ તાત્કાલિક મદદ મળતી નથી. ઠગ વૉટસ ઐપ પર મળલા દસ્તાવેજાે સાથેેે અન્ય સ્થળોએ પણ છેતરપીંડી કરે છે.

નાની લોન લેવામાં મોટી છેતરપીંડી
મોટાભાગના લોકો નાની લોન લેવા માટે મોબાઈલ એપ્સની જાળમાં ફસાઈ જાય છે. રૂા.પ૦૦થી રૂા.બે લાખ સુધીની લોન આપવામાં આવી રહી છે. ગ્રાહકોને લાગે છે કે એપ દ્વારા લોન લેવાથી તેમને બેેકમાં જવાની જરૂર નહીં પડે. ખાનગી ફાયનાન્સ કંપનીઓ લોન માટે સૌથી પહેલા ગ્રાહકના મોબાઈલમાં તેમની એપ ડાઉનલોડ કરાવે છે. ડાઉનલોડ કરતી વખતે, એપ્લીકેશન પરવાનગી માંગે છે કે તે તમારા બધા સંદેશાઓ, ઓટીપી અને વૉટસઍપ મેઈલ બધુ જ એક્સેસ કરી શકે છ. આની પરવાનગી આપવા પર આધાર અને પાન કાર્ડને એપમાં અપલોડ કરવાના રહેશે.

આ પછી, કંપની આધાર અને બેક સાથેે જાેડાયેલ મોબાઈલ નંબર માંગે છે. જાે કોઈ પગાર સ્લિપ હોય તો, બેંકનું સ્ટેટમેન્ટ અને છેલ્લા ત્રણ મહિનાની ક્રેડીટ સકોર કંપની પોતે જ તપાસે છે. તેનેું ફોર્મ પણ ઓનલાઈન જ ભરવામાં આવે છે. આ દરમ્યાન સાયબર ઠગ લોન લેવાનો ઇન્કાર કરવા બદલ વિવિધ ધમકીઓ આપ છે. જેમ કે પોલીસને જાણ કરવાની ધમકી, રકોર્ડનો નાશ કરવો અને ધાકધમકી આપી પૈસા જમા કરાવે છે.

લોનના નામે થતી છેતરપીંડીથી બચવુ આસાન છેઃબસ, આટલુ ધ્યાન રાખજાે
લોકો ઝડપથી લોન મેળવવાના ચક્કરમાં ડીજીટલ છેતરપીંડીનો શિકાર બની રહ્યા છે. તેથી મોબાઈલ એપ્લીકેશન દ્વારા લોન લેવાનું ટાળો, કારણ કે તમારા દસ્તાવેજાે બનાવટી બની શકે છે. લોન લેતા પહેલાં તમારે કંપનીઓના અગાઉના અને ભૂતકાળના રેકોર્ડ તપાસવા જાેઈએ. આવી કંંપનીઓ ગ્રાહકો પાસેથી વધુ વ્યાજ વસુલે છે. સાથે જ તેમાં ઘણા છુપા ચાર્જ પણ હોય છે. જેની ગ્રાહકોને શરૂઆતમાં જાણ હોતી નથી.

ગ્રાહકોએ તેમના કેવાયસી દસ્તાવેજની નકલ ક્યારેેય અજાણી વ્યક્તિ અથવા કોઈપણ લોન એપ્લીકેશન માટે અપલોડ કરવી જાેઈએ નહી. પ્રોસેસિંગ ફી અને અન્ય ખર્ચાઓ માટે પણ ઉધાર લેનાર સાથે તપાસ કરો. લોન કંપનીઓ તરફથી આપવામાં આવતી ઓફર્સ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. આ સાથે, આરબીઆઈની વેબસાઈટ પર જાઓ અને લોન કંપની વિશે સંપૂર્ણ માહિતી એકત્રિત કરો.

કઈ રીતે થાય છે લોન ફ્રોડ?
ફટાફટ ઓનલાઈન લોન અથવા તો ઓછા વ્યાજ દરે લોન આપવાનો દાવો કરતા મેેસેજાે તેમજ વિવિધ પ્રકારને મોબઈાલના પ્લે સ્ટોરમાં એપ્સ ડાઉનલોડ થાય છે. અને અદાવો કરે છે કે આ એપ્સ દ્વારા તમને ઓછા વ્યાજે. ઝડપી લોન મળશે. એપ ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલનો તમામ ડેટા તેમના હાથમાં જાય છે. તે પછી તેઓ સરળતાથી બેક ખાતામાંથી રકમ ઉપાડી લે છે. આવા અનેક કિસ્સા પોલીસ પાસે આવ્યા છે.

ઠગ ટોળકી બેન્કર તરીકે માહિતી આપે છે
ઈ-મેઈીલ મોકલ્યાના બીજા જ દિવસે પ્રતિષ્ઠીત બેક કર્મચારી બનીને લોન પાસ થઈ હોવાની માહિતી પણ આપે છે. આ પછી ઠગ કોલ કરે છે અને પૂછે છે કે તમને બેંકમાંથી કોલ આવ્યો છે કે નહી. આનો જવાબ આપવા પર, એ અરજદારનો એકાઉન્ટ નંબર લઈને પ્રોેસેસિંગ ફી માંગે છે. વિલંબના કિસ્સામાં લોન કેન્સલ કરીને બીજાને આપવાની પણ વાત છે. આવી સ્થિતિમાં જરૂરીયાતમંદ તેમની વાતમાં આવી જતાં પ્રોસેસિંગ ફીના નામે પૈસા આપી દેતા હોય છે. તેમની સાથે અલગ અલગ રીતે છેતરપીંડી શરૂ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.