ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મહિલા સમુદાયની સુરક્ષા અમારી અગ્રિમતાઃ મધુ સિંઘ સિરોહી
ગુજરાતમાં ઓનલાઇન સુરક્ષિત રાખવા મેટાએ સખ્યાબંધ પહેલને ઉજાગર કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરી છે. આ પહેલો મહિલાઓને તેમની માતૃભાષા ગુજરાતી સહિત ઓનલાઇન વિશ્વને વધુ સારી રીતે નેવિગેટ કરવા માટે ટૂલ્સ અને સંશાધનોથી સજ્જ કરશે. Meta highlights a bundle of safety initiatives to keep women safe in India
મહિલાઓ ઓનલાઇન પજવણીની અપ્રમાણસરની માત્રાનો સામનો કરે છે તે સમજતા મેટાની પહેલમાં નવા વિમેન્સ હબ અને ‘સેફ સ્ટ્રી’ના નામથી ઓળખાતી કેમ્પેનનો સમાવેશ થાય છે. ફેસબુક ઇન્ડિયાના પોલિસી પ્રોગ્રામ્સ અને આઉટરિચના વડા મધુ સિંઘ સિરોહીએ આ પહેલોને એમ કહેતા સંદર્ભિત કરે છે કે,
“ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આપણા સમુદાયની સુરક્ષા અને સુખાકારી અમારી અગ્રિમતા છે, અને અમે સતત તે બાબતે વિચારીએ છીએ. અમે તે અનુસરણમાં વિમેન્સ સેફ્ટી હબ અને કેમ્પેન ‘સેફ સ્ટ્રી ઓન ઇન્સ્ટાગ્રામ’ શરૂ કરી છે અને તેને પ્રાદેશિક ભાષાઓ જેમ કે ગુજરાતીમાં ભારતના તમામના ફાયદા માટે ઉપલબ્ધ બનાવીએ છીએ. અમે અમારી પ્રોડક્ટ્સ, નીતિઓ અને કાર્યક્રમો સાથે આ હેતુ સાથે આગળ વધવાનો હેતુ ધરાવીએ છીએ.”
વિમેન્સ સેફ્ટી હબ: પોર્ટલમાં વીડિયો-ઓન-ડીમાંડ સુરક્ષા તાલીમનો સમાવેશ કરે છે અને મુલાકાતીઓને જીવંત સુરક્ષા તાલીમને નોંધણી કરાવવાની મંજૂરી આપે છે. તે ભારતમાં મોટા ભાગની મહિલાઓને ટૂલ્સ અને સંશાધનો કે જે તેમને તેમના મોટા ભાગના સોશિયલ મીડિયા અનુભવ ઊભો કરવામાં મદદ કરી શકે છે.
ખાસ કરીને ઇંગ્લીશ નહી બોલતી કરોડો મહિલાઓ સહિતનો સરળતાથી લાભ ઉઠાવવા કોઇ ભાષાના અંતરાય ન અનુભવે તેની ખાતરી રાખતા 11 અન્ય ભારતીય ભાષા સાથે ગુજરાતીમાં પણ શરૂ કરવામાં આવ્યું હતુ.
ઇન્સ્ટાગ્રામ પર સેફ સ્ટ્રી: યુવા મીડિયા અને આંતરદૃષ્ટિ કંપની અને પિંક લીગલ જેવા ભાગીદારો સાથે આ ઇન્સ્ટાગ્રામ દ્વારા એક પહેલ છે, જે મહિલાઓના અધિકારો અને કાયદાઓને સમજવા માટે, લિંગ પ્રથાઓને પડકારવા અને મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને ઓનલાઈન નમ્ર સ્પેસ બનાવવાનું પ્લેટફોર્મ છે.
ઝુંબેશ બે ભાગોમાં પ્રગટ થઈ છે – પ્રથમ, ઓનલાઈન વધુ સમાવિષ્ટ જગ્યાઓ બનાવવાની રીતો પર સર્જકો માટે સિક્સ પાર્ટ ટ્રેઇનીંગ પ્રોગ્રામ, અને બીજું, રીલ્સ પરની સામગ્રી શ્રેણી, જે 6 વિમેન ક્રિયેટર્સ મહિલાઓના વૈવિધ્યસભર સમૂહ દ્વારા બનાવવામાં આવેલ ઇન્સ્ટાગ્રામ પર મહિલાઓ માટે ઉપલબ્ધ સલામતી સુવિધાઓને પ્રકાશિત કરે છે. જે તેમની પોતાની વિવિધ મૂળ ભાષાઓમાં સર્જકો દ્વારા બનાવવામાં આવેલ છે.
મેટાએ UK રિવેન્જ પોર્ન હેલ્પલાઇન સાથે ભાગીદારીમાં StopNCII.org પણ શરૂ કર્યું છે. ભારતમાં, પ્લેટફોર્મે સોશિયલ મીડિયા મેટર્સ, સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ અને રેડ ડોટ ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સાથે ભાગીદારી કરી છે અને તે વિશ્વભરની મહિલાઓને બિન-સંમતિપૂર્ણ ઘનિષ્ઠ છબી (NCII) ના ફેલાવા સામે લડવા અને અટકાવવા માટે સશક્તિ કરશે.
પાછલા વર્ષમાં, કંપનીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં ઘણા સલામતી ફીચર્સ પણ લૉન્ચ કર્યા છે, જેમ કે હિડન વર્ડ્સ, લિમિટ્સ, કોમેન્ટ્સ કંટ્રોલ, મલ્ટિ-બ્લોક અને લાઈક્સ છુપાવવાનો વિકલ્પ..