Western Times News

Gujarati News

મહિલાઓ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં યતિ નરસિંહાનંદને જામીન

હરિદ્વાર, મહિલાઓ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં ઉત્તરાખંડ કોર્ટે યતિ નરસિંહાનંદને જામીન આપ્યા છે. આ અગાઉ હરિદ્વાર મુકામે ભડકાઉ ભાષણ આપવાના કેસમાં ૭ ફેબ્રુઆરીના રોજ જામીન મળ્યા હતા.તેથી હવે તેઓ આવતીકાલ સુધીમાં જેલમાંથી મુક્ત થાય તેવી શક્યતા છે.

નરસિંહાનંદની સોશિયલ મીડિયા પર સર્ક્‌યુલેટ થયેલા એક વીડિયોના આધારે ધરપકડ કરવામાં આવી હતી જેમાં તે મંદિરના પરિસરમાં બેસીને મહિલાઓ વિરુદ્ધ કથિત રીતે અપમાનજનક ટિપ્પણી કરતો જાેવા મળ્યા હતા.

તેમના પર ભારતીય દંડની કલમ ૨૯૫છ (ઇરાદાપૂર્વક અને દૂષિત કૃત્યો, કોઈપણ વર્ગના ધર્મ અથવા ધાર્મિક માન્યતાઓનું અપમાન કરીને તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના હેતુથી) અને કલમ ૫૦૯ (મહિલાની નમ્રતાનું અપમાન કરવાના હેતુથી શબ્દ, હાવભાવ અથવા કાર્ય) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.

હાલની એફઆઈઆરના સંબંધમાં શરૂઆતમાં નરસિંહાનંદની ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી હરિદ્વાર ધર્મ સંસદમાં દ્વેષપૂર્ણ ભાષણ માટે તેમની સામે બીજી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં ૭ ફેબ્રુઆરીએ જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.સેશન્સ કોર્ટે તે કેસમાં ૫૦,૦૦૦ની બે જામીન અને એટલી જ રકમના વ્યક્તિગત બોન્ડને આધીન જામીન અરજીને મંજૂરી આપી હતી.

નરસિંહનાદના એડવોકેટ નારાયણ હર ગુપ્તાએ બાર એન્ડ બેન્ચને જણાવ્યું હતું કે, હવે, તે જેલમાંથી મુક્ત થવાની તૈયારીમાં છે અને આવતીકાલ સુધીમાં તે મુક્ત થઈ શકે છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.