Western Times News

Gujarati News

ખેડૂતોની જમીન છીનવવામાં ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે સરકાર ત્રણ કાળા કાયદા લાવી: અખિલેશ

ઝાંસી, સમાજવાદી પાટીના પ્રમુખ અખિલેશ યાદવે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધતા કહ્યું કે મુખ્યમંત્રી કહેતા હતા કે તેઓ ગરમી દૂર કરશે, પરંતુ બે તબક્કામાં લોકોએ ગરમી દૂર કરી છે અને હવે બુંદેલખંડના ત્રીજા તબક્કામાં લોકો તેમને ઠંડક આપશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં સપા ગઠબંધનના ઉમેદવારોની તરફેણમાં પ્રચાર કરવા સપા ચીફ બુંદેલખંડના પ્રવાસે ગયા હતા. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે ઝાંસીમાં ખેર ઈન્ટર કોલેજ, હમીરપુરમાં બ્રહ્માનંદ ડિગ્રી કોલેજ અને રહેમાનિયા ઈન્ટર કોલેજ, મૌદહા અને મહોબા ખાતે ડાક બંગલામાં આયોજિત જાહેર સભાઓને સંબોધી હતી.

ભાજપ સરકારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આરોપ લગાવતા અખિલેશે કહ્યું કે સમાજવાદી સરકાર બનશે તો ગુનેગારો, ગુંડાઓ, માફિયાઓ પર કાબૂ મેળવશે.

નોંધનીય છે કે મુખ્યમંત્રી યોગીએ તાજેતરમાં કહ્યું હતું કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળના નેતાઓની ‘લોહીની ગરમી’ ઓછી થઈ જશે. પ્રથમ તબક્કામાં ૧૦ ફેબ્રુઆરીએ ૧૧ જિલ્લાની ૫૮ વિધાનસભા બેઠકો અને બીજા તબક્કામાં નવ જિલ્લાની ૫૫ વિધાનસભા બેઠકો પર સોમવારે મતદાન પૂર્ણ થયું હતું.

અખિલેશે આરોપ લગાવ્યો કે, ખેડૂતોની જમીન છીનવવામાં ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે ભાજપ સરકારે ત્રણ કાળા કાયદા લાવ્યા, આંદોલનમાં ૭૦૦થી વધુ ખેડૂતો શહીદ થયા. સપાના વડાએ ખાતરી આપી હતી કે જાે સમાજવાદી સરકાર બનશે તો ખેડૂતોને બે થેલી ડીએપી અને પાંચ બેગ યુરિયા ખાતર મળશે અને ઘરેલું વીજળીના ૩૦૦ યુનિટ મફત આપવામાં આવશે, સિંચાઈ સંપૂર્ણપણે મફત થશે.

એસપી વડાએ ખાતરી આપી હતી કે લઘુત્તમ ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવશે, ગરીબોની સારવાર માટે સારી હોસ્પિટલો બનાવવામાં આવશે અને યુપી ડાયલ ૧૦૦ પોલીસ સેવાને વધુ મજબૂત બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે ભાજપે નોકરીઓમાં અનામતને લઈને ભેદભાવ કર્યો છે, પરંતુ અમે ત્રણ મહિનામાં જાતિ ગણતરી કરીને તમામ જાતિઓને અધિકાર અને સન્માન આપીશું.

તેમણે કહ્યું કે ભાજપ જાતિની વસ્તી ગણતરી કરશે નહીં, તે અન્ય પર ખોટો આરોપ લગાવે છે. યાદવે કહ્યું કે ઉત્તર પ્રદેશ બચશે તો દેશ બચશે, જેમ જેમ ભાજપ હાર તરફ આગળ વધશે તેમ તેમ તેમની ભાષા બદલાશે. તેમણે અપીલ કરી હતી કે મતદારોએ સમાજવાદી ગઠબંધનની સરકાર બનાવવી જાેઈએ. અખિલેશે આરોપ લગાવ્યો કે બીજેપી સરકારમાં અણ્ણા (ચુટ્ટા) પ્રાણીઓના નામે કરોડો રૂપિયા હડપ કરવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.