Western Times News

Gujarati News

ફોટા લીક થયા બાદ જેકલીન પહેલીવાર નજરે પડી

મુંબઇ, બોલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝના ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે કેટલાંક પ્રાઈવેટ ફોટા લીક થયા હતા. આ ફોટા લીક થયા બાદ તે ખૂબ જ ચર્ચામાં આવી હતી. જેક્લીનનું નામ કરોડો રૂપિયાની છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપી સુકેશ ચંદ્રશેખર સાથે જાેડાયુ હતુ.

સોશિયલ મીડિયા પર જેક્લીન ફનાર્ન્ડિઝ અને ઠગ સુકેશના કેટલાંક પ્રાઈવેટ ફોટા લીક થયા બાદ વાયરલ થયા હતા. એ પછી ઠગ સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો હતો કે એક સમયે તે જેક્લીન ફનાર્ન્ડિઝ સાથે રિલેશનશિપમાં હતો. જ્યારે જેક્લીન ફનાર્ન્ડિઝનું નામ ઠગ સુકેશ સાથે જાેડાયુ તો ગયા વર્ષે ઈડીએ પણ એક્ટ્રેસ માટે એક લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી અને દેશ છોડીને જવા પર રોક લગાવી દીધી હતી.

એ પછી જેક્લીન ફનાર્ન્ડિઝે ન તો કોઈ ઈન્ટરવ્યૂ આપ્યુ હતુ ન તો કોઈ પબ્લિક ફંક્શનમાં નજરે પડી. ત્યારે હવે આ કોન્ટ્રોવર્સી બાદ વેલેન્ટાઈન ડે નિમિત્તે એક દિવસ પહેલાં જેક્લીન ફનાર્ન્ડિઝ પહેલીવાર મુંબઈમાં નજરે પડી હતી. તેની તસવીરો સુકેશ ચંદ્રશેખર સાથે વાયરલ થયા પછી પહેલીવાર જેક્લીન ફનાર્ન્ડિઝ પબ્લિક વચ્ચે નજરે પડી છે.

આમ તો હંમેશની જેમ જેક્લીન ફનાર્ન્ડિઝે ફોટોગ્રાફર્સ સામે ખૂબ જ તસવીરો પડાવી હતી. મહત્વનું છે કે, ઈડીએ દાવો કર્યો છે કે જેક્લીન ફનાર્ન્ડિઝના સંબંધ ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનારા આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખ સાથે હતા.

ઈડીનો દાવો છે કે, સુકેશે જેક્લીન ફનાર્ન્ડિઝને કરોડો રુપિયાની મોંઘીદાટ ગિફ્ટ્‌સ આપી હતી. એજન્સીએ આ ગિફ્ટ્‌સને જપ્ત પણ કરી હતી. એ પછી સોશિયલ મીડિયા પર જેક્લીન અને સુકેશના પ્રાઈવેટ ફોટા લીક થયા હતા. એ પછી એક્ટ્રેસ જેક્લીન ફનાર્ન્ડિઝે પોતાની પ્રાઈવસીનું સન્માન રાખવા માટે અપીલ કરી હતી.

વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો જેક્લીન ફનાર્ન્ડિઝ ટૂંક સમયમાં કેટલીક ફિલ્મોમાં નજરે પડશે. તાજેતરમાં જ હોલીવુડ સ્ટાર મિકેલ મરોને સાથે મ્યુઝિક વિડીયો મૂડ મૂડ કે રિલીઝ થયું છે. ટૂંક સમયમાં જેક્લીન ફનાર્ન્ડિઝ બચ્ચન પાંડે, રામ સેતૂ, અટેક, કિક-૨ જેવી ફિલ્મોમાં નજરે પડશે. આ સિવાય એવી પણ ચર્ચા છે કે જેક્લીન ફનાર્ન્ડિઝે એક હોલીવુડ ફિલ્મ પણ સાઈન કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.