ચાણક્યપુરી ડમરૂ સર્કલથી આર.સી. ટેકનીકલ રોડ પર આડેધડ પાર્કિંગ- ટ્રાફિકજામની સમસ્યા
(પ્રતિનિધિ) અમદાવાદ, ટ્રાફિકજામ- આડેધડ વાહનો પાર્કિંગ કરવાની જાણે કે લોકોને આદત પડી ગઈ છે. ચાર રસ્તા પર પોલીસ જવાન દેખાય નહિ એટલે આડેધડ વાહનો ઘુસાડી દેવાના પછી ક્યાંય સુધી ટ્રાફિકજામ થઈ જાય. એમાંય આસપાસના સ્થાનિક યુવાનો આવીને ટ્રાફિક દૂર કરવામાં મદદ કરે ત્યારે ચક્કાજામ દુર થાય. આવા દ્રશ્યો અમદાવાદમાં નવા નથી ઠેરઠેર જાેવા મળશે.
ચાણક્યપુરી ડમરૂ સર્કલ પાસે સાંજના સમયે માથાના દુઃખાવા સમાન ટ્રાફિક જામ થાય છે એલ.આર.ડી.ના જવાનો હોય છે એટલે સારૂ બાકી આખા બ્રીજ પર વાહનો ખડકાઈ જાય છે ત્યાંથી પસાર થાવ એટલે આગળ દુકાનો આવે પરંતુ દુકાનમાં માલ-સામાન લઈને આવતા ટ્રેમ્પો- ટ્રકો આડેધડ રોડ પર પાર્ક કરી દેવાય છે અરે ! એટલુ નહિ રોંગ સાઈડે વાહન ઘુસાડી દેવાનું.
ટર્નીગ માટે રસ્તો હોય તો છેક લાંબા થવુ નહી તોતીંગ માલ સામાનની રીક્ષા રોંગ સાઈડે ઘુસાડી રસ્તાની વચ્ચો-વચ્ચ મુકી દેવાય છે. અહીંયા ટ્રાફિક પોલીસ અને ટોઈંગ વાહનવાળા કવાયત હાથ ધરે તો મોટી સંખ્યામાં લોકો ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા નજરે પડ્યા વિના રહે નહી. એકતો શાકમાર્કેટની ભીડ અને શાકલેવા આવનારાઓ આડેધડ વાહનો પાર્ક કરે છે તેથી ટ્રાફિકજામ થાય છે.
ચાણક્યપુરી ડમરૂ સર્કલથી લઈને છેક આર.સી. ટેકનીકલ રોડ સુધી આવા જ દ્રશ્યો સર્જાય છે. એમાંય રાણીપ- ચાંદલોડિયાનો ટ્રાફિક શાયોના સીટીના પાછળના ભાગના ગરનાળામાં થઈને અવિરત આવે છે પરિણામે શાયોના ચાર રસ્તા પર વાહનોનો કાફલો થઈ જાય છે. સાંજના સમયે તો ટ્રાફિક પોલીસ મૂકાવી જાેઈએ જેથી ડમરૂ સર્કલથી શાયોના ચાર રસ્તા સુધી ચક્કાજામ થાય નહી.