Western Times News

Gujarati News

જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની પરવાનગી માટે હોદ્દેદારોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી

(પ્રતિનિધિ) ગાંધીનગર, હાલમાં જૂનાગઢ મનપામાં નવા મેયર ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીની નિમણૂક કરવામાં આવી હતી હવે આગામી શિવરાત્રી નજીક આવી રહી છે ત્યારે આ વખતે કોરોના ની અસર ઓછી જણાતા મેયર સહિત હોદ્દેદારો ગાંધીનગર મુખ્યમંત્રી તેમજ સી આર પાટીલ ને રજૂઆત કરી પરમિશન માટે આવ્યા હતા.

બે વર્ષથી શિવરાત્રીનો મેળો કોરોના ના કારણે બંધ રાખવામાં આવ્યો હતો જૂનાગઢનો શિવરાત્રીનો મેળો મીની કુંભ મેળા તરીકે કહેવાય છે લાખો માણસો આશરે ૧૫ લાખ જેટલા ભક્તો આ મેળામાં આવે છે દર વર્ષે શાંતિપૂર્ણ રીતે મેળો યોજાય છે આ શિવરાત્રીનો મેળો ગરીબથી લઈને દરેક માણસો ભાગ લે છે હજારો માણસોને આ મેળાથી રોજીરોટી મળી રહે છે વધુમાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ જણાવ્યું હતું કે અમે સરકારની તમામ ગાઈડલાઈન નું પાલન કરાવીશું ભારતભરમાંથી સાધુ-સંતો-મહંતો આ મેળામાં આવે છે.

આ મેળાના કુંભમાં સૌપ્રથમ શંકર ભગવાન સ્નાન કરે છે ત્યાર પછી મેળાની શરૂઆત થાય છે તેવી પૌરાણિક માન્યતા છે અમે આ શિવરાત્રી ના ૪ દિવસ ના મેળા માટે પરવાનગી મળે તેવી વિનંતી કરવાના છીએ હવે સ્કૂલો અને કોલેજાેમાં પણ ખૂલી ગઈ છે ત્યારે શિવરાત્રી ના મેળા ની મંજૂરી મુખ્યમંત્રી આપે તેવી માંગ છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.