અસત્ય પર સત્યના વિજયના વધામણા લેતા ભરૂચવાસીઓ
(પ્રતિનિધિ) ભરૂચ : અસત્ય પર સત્ય ના વિજયના પર્વ વિજ્યા દશમી નિમિત્તે ભરૂચ પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્રપૂજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.તો બીજી તરફ ભરૂચવાસીઓ એ દશેરા ના દિવસે નવા વાહનો તથા શુભકાર્યો કર્યા હતા.
વિજ્યા દશમી દશેરા મહાપર્વ ના મહિમા વર્ણવતી અનેક કથાઓ છે.જેમાં ભગવાન રાજા રામે દશેરા ના દિવસે લંકા ના રાજા રાવણ નો વધ કર્યો હતો.એમ કહેવાય છે
બાર વરસ નો વનવાસ અને તેર માં વરસ ના અજ્ઞાતવાસ પછી પાંડવો એ શમી વૃક્ષ માં સંતાડેલ એમના દિવ્ય શસ્ત્રો નું પૂજન કરી ધારણ કરેલા આ પરંપરા આજે પણ જળવાઈ રહી હોય ઠેર ઠેર શસ્ત્રપૂજન ના આયોજન કરાયા હતા.ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે શસ્ત્ર પૂજન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
શસ્ત્રપૂજન માં શાસ્ત્રોક્ત વિધિ સાથે પોલીસ વિભાગ ના રિવોલ્વર,બંદુકો,સ્ટેનગન વિગેરે શસ્ત્રો સાથે અશ્વ,શ્વાન અને વાહનો નું પણ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા સહિત અન્ય પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ શસ્ત્રપૂજન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.*