Western Times News

Gujarati News

નડિયાદ સંતરામ નેત્ર ચિકિત્સાલયની પાછળ અદ્યતન બિલ્ડીંગમાં શુભમ હોસ્પિટલનો  પ્રારંભ

 નડિયાદ :  નડિયાદમાં વીકેવી રોડ પર સંતરામ નેત્ર ચિકિત્સાલય પાછળ અધતન બિલ્ડીંગમાં ગઈકાલે શુભમ હોસ્પિટલનું   સંતરામ મંદિરના મહંત પ.પુ. શ્રી હરીદાસ મહારાજે ઉદઘાટન કરી ખુલ્લી મુકી હતી આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક એવા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો હાજર રહ્યા હતાં.

નડિયાદના દેસાઈ વગામાં વર્ષોથી જાણીતા ગાયકોલોજીક ડો. ઉજ્જવલ જી શાહ અને તેમના પત્નિ પીડીયાટ્રીશીયન ડો. અવની યુ શાહ શુભ હોસ્પિટલ ચલાવતા હતા. હસમુખા સ્વભાવ અને નિદાન કરવાની આગવી પધ્ધતિના કારણે આ બંને ડોકટરોની સેવા સુવાસ સમગ્ર ખેડા જિલ્લામાં પ્રસરી છે.

આ સ્થળે કાર્યરત હોસ્પિટલ નાની પડતી હોઈ દર્દીઓને સેવા લેવામાં મુશ્કેલી પડતી હતી. આ મુશ્કેલી દુર કરવા આ ડોકટર દંપતિએ સંતરામ નેત્ર ચિકિત્સાલય પાછળ અધતન આધુનિક હોસ્પિટલ  બનાવી છે તેનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. ડો. ઉજ્જવલ શાહ એમબીડીજીઓ ડીપ્લોમાં ઈન લેપ્રોસ્કોપી એન્ડ હીસ્ટ્રોસ્કોપી (જર્મની) લેપ્રોસ્કોપીક પેનલ સર્જન છે. જયારે તેની પત્નિ  ડો. અવની યુ. શાહ એમબીડીસીએચ (પીડીયાટ્રીશીયન) નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત છે.

ડો. ઉજ્જવલ શાહે જણાવ્યું હતું કે અમારી આ નવી હોસ્પિટલમાં વિવિધ સેવાઓ ઉપલબ્ધ છે. જેમાં ટેસ્ટ ટયુબ બેબી સેન્ટર, પ્રસુતીગૃહ, સોનોગ્રાફી- લેપ્રોસ્કોપી સેન્ટર, સર્જરી દ્વારા ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન બંધ નળી ખોલવાનું ગર્ભાશયનું ઓપરેશન, ના ઓપરેશનની સગવડ, ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન, યુરોગાયનેકોલોજીના ઓપરેશનની સગવડ સરકાર માન્ય ફેમેલી પ્લાનીંગ સેન્ટર, કેન્સરનું નિદાન તથા સારવાર, બાળકોના તમામ રોગોનું નિદાન ેમજ સારવાર, વેન્ટીલેટરની સુવિધા, ફોટો થેરાપીની સુવિધા, સીરીજની સુવિધા પલ્સ ઓકિસમીટરની સુવિધા, સેન્ટ્રલ ઓકિસજન લાઈન સુવિધા, રસીકરણ કેન્દ્ર વગેરે સુવિધા તૈનાત કરવામાં આવી છે. અમદાવાદના ગાયનેક ડો. કૃપા એ શાહ પણ સેવા આપવા માટે આ હોસ્પિટલમાં આવશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.