Western Times News

Gujarati News

રણવીર સિંહ નાસ્તામાં રોજ ખાય છે શિલાજીતના લાડુ

મુંબઇ, રણવીર સિંહ એક શાનદાર અભિનેતા છે જે તેની ફિલ્મોની સાથે તેના સ્ટાઇલિશ દેખાવ માટે પણ જાણીતો છે. શૂટિંગ સેટ પર ધમાલ મચાવનાર રણવીરની એનર્જી અદ્ભુત છે. હંમેશા ઉત્સાહી અભિનેતાની ચપળતાનું રહસ્ય બહાર આવ્યું છે.

દીપિકા પાદુકોણના પતિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત સ્ટારે પોતાની હાઈ એનર્જીનું રહસ્ય પોતે જ જાહેર કર્યું છે. રણવીર સિંહે ફેન્સ સાથે આસ્ક મી એનિથિંગ’ સેશન કર્યું હતું. આ દરમિયાન ચાહકોએ તેને ઘણા સવાલો પૂછ્યા, જેના અભિનેતાએ રસપ્રદ જવાબો આપ્યા.

જ્યારે એક પ્રશંસકે રણવીરને તેના નાસ્તા વિશે પૂછ્યું તો તેણે ખચકાટ વિના કહ્યું. રણવીર સિંહે કહ્યું કે હું દિવસની શરૂઆત ૧૩૦ ગ્રામ ઓટ્‌સ, ૧૫ ગ્રામ બદામ અને ૫ ગ્રામ ચોકલેટ ચિપ્સથી કરું છું. રણવીરે જણાવ્યું કે, આ સિવાય તે સવારે ડિટોક્સ ડ્રિંક્સ, પ્રોબાયોટિક ડ્રિંક્સ લે છે અને શિલાજીત, અશ્વગંધા, ખજૂરના લાડુ પણ ખાય છે.

રણવીર સિંહે કહ્યું કે, ‘હું દિવસની શરૂઆત ૧૩૦ ગ્રામ ઓટ્‌સ, ૧૫ ગ્રામ બદામ અને ૫ ગ્રામ ચોકલેટ ચિપ્સથી કરું છું. રણવીર સિંહે પોતાની ફિટનેસનું રહસ્ય બધાની સામે જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે શિલાજીત ટેસ્ટોસ્ટેરોન વધારવાનું કામ કરે છે.

શિલાજીત અને અશ્વગંધા બંને ચિંતા અને તણાવ ઘટાડવામાં પણ અસરકારક છે. નિષ્ણાતોના મતે શિલાજીતના ઘણા ફાયદા છે. મનને તેજ રાખે છે એટલું જ નહીં, એનિમિયાની સમસ્યા અને પેશાબને લગતી સમસ્યાઓમાં પણ મદદગાર છે. શિલાજીતની તાસીર ગરમ ગણાય છે અને તે પચવામાં પણ ભારે છે.

તેથી નિષ્ણાતોના મતે ઉનાળામાં તેનું વધુ સેવન ન કરવું જાેઈએ. વધુ પડતા સેવનથી તેની આડ અસર પણ થાય છે. રણવીર સિંહના વર્કફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં જ અભિનેતાની ફિલ્મ ‘સર્કસ’, ‘રોકી અને રાનીની લવસ્ટોરી’ રીલિઝ થવા જઈ રહી છે. આ પહેલા તે ક્રિકેટ ડ્રામા પર આધારિત ફિલ્મ ‘૮૩’માં જાેવા મળ્યો હતો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.