Western Times News

Gujarati News

વડોદરામાં આરોપીએ ફેનિલની જેમ આપઘાતનું નાટક કર્યું

વડોદરા, સુરતમાં બનેલી ગીષ્મા વેકરિયા હત્યા કેસને હજુ અઠવાડિયું નથી થયું ત્યા તો વડોદરા શહેરમાં જ સુરતની ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું છે. અહીં પણ યુવકે યુવતીના ગળા પર ચાકુ ફેરવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પછી યુવકે આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો.

આ ઘટનામાં ઘાયલ થયેલી યુવતીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટનામાં યુવકે પ્રેમિકા નહીં પરંતુ પોતાની પૂર્વ પત્નીને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. જાેકે, અહીં સુરત જેવી ઘટના બનતા અટકી ગઈ હતી. વડોદરા પોલીસે પૂર્વ પત્નીની હત્યાનો પ્રયાસ કરનારા યુવકની ધરપકડ કરીને કાર્યવાહી શરુ કરી દીધી છે.

મળતી વિગતો પ્રમાણે દસ વર્ષ પહેલા પ્રેમલગ્ન પછી પાંચ મહિના પહેલા છૂટાછેડા લીધા બાદ પૂર્વ પતિ મહિલાના ઘરે પહોંચી ગયો હતો અને તીક્ષ્ણ હથિયારથી મહિલાના ગળા પર હુમલો કર્યો હતો, જાેકે, આ ઘટનામાં મહિલાનો જીવ બચી ગયો છે.

પૂર્વ પત્ની પર હુમલો કર્યા બાદ યુવકે ફેનિલ ગોયાણીની જેમ આપઘાતનો પ્રયાસ કરવાનું નાટક પણ રચ્યું હતું. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા મંગળસિંહ ખાટ અને આ જ વિસ્તારમાં રહેતી પૂર્વ પત્ની કે જેની સાથે યુવકે ૧૦ વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા અને તે પછી તાજેતરમાં પારિવારિક ખટરાગના કારણે બન્નેએ છૂટાછેડા લીધા હતા.

બીજી તરફ છૂટાછેડા લીધા પછી પણ મહિલાનો પૂર્વ પતિ તેને ત્રાસ આપતો હતો, તે મહિલાને મારી નાખવાની પણ ધમકી આપતો હતો. આવામાં તેણે મહિલા પર ઘાતકી હુમલો કર્યાની ઘટના પણ બની છે. છૂટાછેડા બાદ શાંતિથી પોતાનું જીવન ગુજારતી મહિલાને તેનો પૂર્વ પતિ વારંવાર પરેશાન કરતો હતો આવામાં બપોરના સમયે તેણે પૂર્વ પત્નીના ઘરે પહોંચીને હોબાળો કર્યો હતો.

જેમાં પૂર્વ પત્ની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરતા તેને ગળાના ભાગે ઈજા થઈ હતી. સુરતમાં ગ્રીષ્મા સાથે બની હતી તેવી જ ઘટના વડોદરામાં બનતા અટકી ગઈ હતી. આ ઘટનામાં ઘાયલ થયેલી મહિલાને તેના પરિવારજનો દ્વારા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. બીજી તરફ આ મામલે પોલીસને જાણ થતાં આરોપીને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.

અહીં પણ ગ્રીષ્માના હત્યારા ફેનિલ ગોયાણીની જેમ ગણપતે આપઘાતના પ્રયાસનું નાટક કર્યું હતું. પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને આરોપી ગણપત ખાટની ધરપકડ કરીને કાર્યવાહી શરુ કરી છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.