જીટીયુ દ્વારા મ. સ. યુનિવર્સિટીના કુલપતિનું સન્માન કરાયું
અમદાવાદ, તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના કુલપતિપદે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના (જીટીયુ) એકેડમીક કાઉન્સિલના મેમ્બર , પ્રખ્યાત રીસર્ચર અને પર્યાવરણવિદ્દ એવાં પ્રો. ડૉ. વિ. કે .શ્રીવાસ્તવની નિયુક્તિ કરવામાં આવી છે. આ બદલ જીટીયુ દ્વારા તેઓનું સન્માન કરીને શુભકામના પાઠવવામાં આવી હતી .
આ પ્રસંગે કુટીર, સહકાર અને મીઠા ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પણ તેઓશ્રીને કુલપતિપદે નિયુક્ત થવા બદલ શુભકામના પાઠવી હતી.
જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ પ્રસંગે જણાવ્યું કે , પ્રો. ડૉ. વિ. કે . શ્રીવાસ્તવજીએ જીટીયુના વિકાસમાં દરેક સ્તરે પોતાનું શ્રેષ્ઠ યોગદાન પૂરું પાડ્યું છે. આગામી સમયમાં તેઓ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીને પણ નવી ઉંચાઈએ લઈ જશે.
આ ઉપરાંત એશિયન ગ્રેનીટોના ચેરમેન કમલેશભાઈ પટેલ , સેન્ટર ફોર એન્ટરપ્રિન્યોર્શિપ ડેવલોપમેન્ટના ડિરેક્ટર ડૉ. રામનાથ પ્રસાદ, જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર અને જીટીયુ જીઆઈસીના ડિરેક્ટર ડૉ. સંજય ચૌહાણ ઉપસ્થિત રહીને તોઓને અભિનંદન પાઠવ્યા હતાં.
વિશેષમાં વિદ્યાર્થીઓની ટેકનીકલ સ્કીલ , સ્ટાર્ટઅપ તથા ઈનોવેશન જેવી પ્રવૃત્તીને પ્રોત્સાહન મળી રહે તે માટે ડૉ. શ્રીવાસ્તવે વિદ્યાર્થીઓને સંબોધતાં , રીસર્ચ અને ઈનોવેશન સંબઘીત જુદાં-જુદાં પ્રોબ્લમ સ્ટેટમેન્ટ આપ્યાં હતાં તથા ભવિષ્યમાં જીટીયુના જે વિદ્યાર્થીઓ આ પ્રોબ્લમ સ્ટેટમેન્ટ પર ઈનોવેશન આધારીત નિરાકરણ લાવે તેમને ટેક્નિકલી અને આર્થિક રીતે પણ મદદરૂપ થવા માટે તેમને સંમતી દર્શાવી હતી.HS