ગળામાં ક્રોસ અને માથા પર ચાંદલા સામે વાંધો નથી તો હિજાબ સામે કેમ

નવી દિલ્હી, હિજાબના વિવાદને લઈને એઆઈએમઆઈએમના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ફરી નિવેદન આપતા કહ્યુ છે કે, મારા બાળકોના માથાના વાળ જાેવા માટે દુનિયા કેમ આટલી તલપાપડ છે.
એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઓવૈસીએ કહ્યુ હતુ કે, કપડુ માથા પર બાંધવામાં આવે તો કોઈને કેમ તકલીફ થઈ રહી છે..વિદ્યાર્થિનીઓ સ્કૂલ અને કોલેજમાં તો જઈ રહી છે.કોઈ ખ્રિસ્તી ગળામાં ક્રોસ પહેરીને તો હિન્દુ માથા પર ચાંલ્લો કરીને આવે તો વાંધો નથી.આ પણ ધાર્મિક પ્રતિક છે.તેને જાે પરવાનગી મળતી હોય તો હિજાબને કેમ નહીં…બીજા દેશોનો દાખલો આપવાની જરુર નથી.ભારતનુ બંધારણ સેક્યુલર છે અને તમામ ધર્મોને માને છે.સ્કૂલ અને કોલેજમાં બંધારણે આપેલા અધિકારો લાગુ પડે છે.
ઓવૈસીએ કહ્યુ હતુ કે, કર્ણાટકમાં ભાજપની સરકાર છે અને વિવાદ ભાજેપ શરુ કર્યો છે.જાે એ છ વિદ્યાર્થિનીને હિજાબ પહેરીને સ્કૂલે આવતા રોકવામાં ના આવી હોત તો આ વિવાદ સર્જાયો નાહોત. તેમણે કહ્યુહતુ કે, મોદીજી અને અખિલેશ તેના પર બોલતા નથી.અખિલેશ યાદવને અમારો ડર લાગી રહ્યો છેઅખિલેશ યાદવને લાગે છે કે, અમે તેમના મુસ્લિમ વોટ છીનવી લઈશું.દેશના એક મોટા હિસ્સામાં અમે રાજકીય રીતે અસ્પૃષ્ય છે.જે લોકો લઘુમતીઓને ડરાવીને વોટ મેળવતા હતા તે હવે નહીં થાય.૧૦ માર્ચે બધાને વાસ્તિવકતા ખબર પડી જશે.SSS