Western Times News

Gujarati News

ભિલોડા તાલુકામાં માં ઉમિયાના દિવ્ય રથનું ભવ્ય સ્વાગત

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં માં ઉમિયાના દિવ્ય રથનું ભવ્યાતિભવ્ય વાજતે-ગાજતે ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું.

પાટીદારોની વૈશ્વિક સંસ્થા, પાટીદારોના પાટનગર અમદાવાદ ખાતે જગત જનની માં ઉમિયાના વિશ્વ કક્ષાના મંદિરનું નિર્માણ કરવાના ભાગરૂપે ‘‘વિશ્વ ઉમિયા દિવ્ય રથ’’ નું પરિભ્રમણ દરમ્યાન તા.૧૪ મી ના રોજ ભિલોડામાં થયું અને ભિલોડા તાલુકાનો સમસ્ત કડવા પાટીદાર પરિવારો માં ઉમિયાના રથ ના દર્શન કરી ધન્ય થયા અને ગરબા ના તાલે જુમ્યા તેનાથી અતિ ભવ્ય અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું.

પાટીદાર સમાજનો અકલ્પનીય સાથ અને સહકાર જાેવા મળ્યો હતો.માં ઉમિયાની પ્રસન્નતાના અમી છાંટણાનો અભિષેક પાટીદારોની સંગઠન શક્તિને વૈશ્વિક સ્તરે મજબૂત બનાવશે , શિક્ષિત અને સંગઠીત સમાજના નિર્માણથી રાજ્ય, રાષ્ટ્ર નિર્માણમાં પાટીદાર સમાજ પથ દર્શકની ભૂમિકામાં હંમેશા અગ્રેસર રહે તે માટે

અષ્ટબળ એટલે કે આત્મબળ, મનોબળ, વિધાબળ, ધનબળ, આધ્યાત્મિકબળ, બુધ્ધિબળ, સંઘબળ અને સંકલ્પબળનો એક સાથે ઉપયોગ કરવા આપણે સૌએ મહાસાગર બની પ્રચંડ તાકાત ઉભી કરીને ધર્મ ની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય, સંગઠન, કૃષિ અને રોજગાર ક્ષેત્રે સમાજના વિકાસની નવી ક્ષિતિજાે સર કરવા અને આવનારી પેઢી આપણા માટે ગર્વ અનુભવી શકે તેવા દ્રઢ સંકલ્પમાં સહભાગી થઈ ભિલોડા તાલુકાના કડવા પાટીદાર સમાજના દરેક ભાઈ-બહેનોએ સંક્લ્પ લીધો હતો.

માં ઉમિયાનો દિવ્ય રથ ભિલોડામાં પરિભ્રમણ કરી શ્રી ઉમિયા નિવાસના પંટાગણમાં સમસ્ત કડવા પાટીદાર સમાજ,સરપંચ મુકેશભાઈ ત્રિવેદીએ સમુહ આરતી ઉતારી ધન્યતા અનુભવી,કાર્યક્રમને સફળ બનાવવા કડવા પાટીદાર સમાજે ઉત્સાહભેર ભાગ લીધો હતો.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.