Western Times News

Gujarati News

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સંપાદિત જમીનો સિવાયના ગામડાઓને ભારે પડી રહયો છે

ગામડે-ગામડે લોકોની વર્ષો જૂની સુવિધાઓ ઝૂંટવાઈ રહી છે. જેના પરિણામે ગામપ્રજાનો રોષ વધી રહયો છે

દેશનો સૌપ્રથમ અમદાવાદથી મુંબઈ વચ્ચે “બુલેટ ટ્રેન” પ્રોજેક્ટ ખૂબ જ ઝડપથી આગળ વધી રહયો છે.

દક્ષિણ ગુજરાતના અમુક ગામડાઓમાં તો તળાવોનું પુરાણ કરી બંધ કરી દેવાતા તેની નજીકના અમુક ખેતરોમાં તો કરેલા પાણીના બોરોમાં પાણીના તળ ઊંડા ગયા છે.

પરંતુ આ પ્રોજેકટમાં કામ કરતા કંપનીના અધિકારીઓ- કોન્ટ્રાકટરોની નીતિના કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ગામડાઓમાં સંપાદિત જમીનના માલિકો અને બિનસંપાદિત જમીનોના માલિકો વચ્ચે એક પ્રકારનું માનસિક અને તનાવપૂર્ણ વાતાવરણ ઉભુ થયુ છે.

કમનસીબીની વાત એ છે કે આ પ્રોજેકટથી એકને ગોળ અને બીજાને ખોળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે તેનાથી વધુ ચિંતાજનક વાત એ છે કે ગ્રામજનોના વોટ થકી જે રાજકીય પક્ષો પોતાની રાજકીય ખીચડી પકવતા હતા તે લોકો પણ ગ્રામજનોની દુર્દશા જાેવા કે વિચારવા કે તેનો ઉકેલ લાવવા આગળ આવ્યા નથી.

સમગ્ર બાબત એવી છે દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં બુલેટ ટ્રેનનું કામ ખૂબજ ઝડપથી ચાલી રહયુ છે પરંતુ તેની સાથે અનેક નવા પ્રશ્નો ઉભા થયા છે. પ્રોજેકટમાં કામ કરતા કોન્ટ્રાકટરો અને જવાબદાર અધિકારીઓની વિરુધ્ધ સંપાદિત જમીનના માલિકો સિવાયના ગ્રામજનોમાં ભારે રોષ પ્રગટ્યો છે

કેટલાક ગામડાઓ વર્ષોથી ગ્રામ્ય પ્રજા તળાવ મારફતે આસાનીથી ખેતી માટે પાણી મેળવતા હતા પરંતુ હવે તેમના આ તળાવો પૂરાઈ જતા ગામડાઓમાં જમીનમાં પાણીના સ્તર નીચા જતા રહયા છે. એટલું જ નહી આવતા-જતા ભારે વાહનોના લીધે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ તૂટી ગયા છે છતા તંત્ર તરફથી કોઈ ધ્યાન અપાતુ નથી

આ પ્રોજેકટમાં કામ કરતા કારીગરો અને કોન્ટ્રાકટરો થકી કેટલાક સેન્ટરો પરથી પેટ્રોલ-ડીઝલનું બે નંબરનું વેચાણ થાય છે તો દેશી દારૂનું બિંદાસ્ત વેચાણ થતુ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પાણી-રસ્તા તથા અન્ય અડચણોને કારણે ગ્રામજનોને કામ કરતા કોન્ટ્રાકટરો અને તેમના અધિકારીઓ જાેડે માથાકુટ થાય છે અને ગ્રામજનોને પોલીસની ધમકી આપવામાં આવે છે જેના પરિણામ સ્વરૂપ ગ્રામજનો આવી બધી અડચણો સહન કરીને મુંગામોંએ બેસી રહે છે.

દરમિયાનમાં એવુ પણ જાણવા મળી રહયું છે કે સંપાદિત જમીનોના ખેડૂત માલિકોને જમીનના પૈસા મળ્યા છે અને કેટલીક જગ્યાએ જમીન ભાડે લેવાઈ છે તેવા ખેડૂતોને આજ ખાનગી કંપની ધ્વારા પાણીથી માંડીને પડતી તમામ મુશ્કેલીઓમાં મદદરૂપ થવામાં આવે છે પરંતુ તે સિવાયના ગ્રામજનોને આ સગવડો ઉપલબ્ધ કરાવવામાં કોઈ મદદ કરવામાં આવતી નથી.

દક્ષિણ ગુજરાતના અમુક ગામડાઓમાં તો તળાવોનું પુરાણ કરી બંધ કરી દેવાતા તેની નજીકના અમુક ખેતરોમાં તો કરેલા પાણીના બોરોમાં પાણીના તળ ઊંડા ગયા છે.

ઉલ્લેખનીય છે કે આ જ તળાવો થકી કેટલાક ગ્રામજનો પોતાના ખેતરો- ઘરો માટે પાણીનો વપરાશ વર્ષોથી કરતા આવ્યા છે પણ આ પ્રોજેકટમાં આ પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં કોઈ આગળ આવ્યુ નથી.

બિનસંપાદિત જમીનોના ખેડૂતોને આ પ્રાથમિક સુવિધા આ પ્રોજેકટના પરિણામે બંધ થઈ જતા તે લોકોને વારંવાર આ પ્રોજેકટમાં કામ કરતા કોન્ટ્રાકટરો તથા માણસો વચ્ચે ઘર્ષણ થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજદિન સુધી તેની કોઈ નોંધ લેવાઈ નથી અને હજુ પણ વારંવાર આવા નાના મોટા ઘર્ષણો ગ્રામજનો ભોગવી રહયા છે.

તળાવો બુરી દેવાતા પાણીના સ્તર નીચા જતા તથા બોરોમાં પાણી ઊંડુ જતા બિનસંપાદિત જમીનના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષોથી સુવિધા ભોગવતા ગ્રામજનો આજે છેલ્લા કેટલાક મહિનાઓથી પાણી વગરની અત્યંત કફોડી હાલતમાં મૂકાયા છે જયારે તેમના ખેતરોને અડીને આવેલી સંપાદિત જમીનોના ખેડૂતોના ખેતરોને પાણીની સુવિધા મળી રહે છે.

તેમને પાણીની સુવિધા મળતા શાંતિ છે જાેકે આ પ્રકારની પરિસ્થિતિના કારણે ગામડાઓમાં વર્ષોથી એકતા હતી તેમાં ભાગલા પડી ગયા છે. આજે આવા અસરગ્રસ્ત ગામડાઓમાં સંપાદિત જમીનના માલિકો વિરૂધ્ધ બિનસંપાદિત જમીનોના માલિકો વચ્ચે એક પ્રકારનું માનસિક અને તણાવપૂર્ણ વાતાવરણ ઉભુ થયું છે.

કમનસીબી એ છે કે આ પ્રોજેકટથી એકને ગોળ અને બીજાને ખોળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો પ્રજાના મત થકી જે રાજકીય પક્ષો અત્યાર સુધી ચૂંટણીમાં રાજકીય ખીચડી પકવતા હતા તેઓ પણ ડોકાયા નથી.

આવા સંજાેગોમાં પ્રશ્ન એ ઉભો થાય છે કે ગ્રામ્ય પ્રજાને આ પડતી મુશ્કેલીઓમાં જાે કોઈ સાથે ઉભા ન રહે તો ગામડાઓ ખાલી થવાનો વારો આવશે. આ બાબતે સરકાર ગંભીર વિચારસરણી અપનાવે અને તાકીદે પગલા લે તો જ ગામડા તૂટતા બચાવી શકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.