Western Times News

Gujarati News

હિજાબ ઇસ્લામનો ભાગ નહીં, ૧૯૮૫થી કોલેજમાં ચાલે છે યુનિફોર્મ

બેંગલુરૂ, કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ વિવાદ પર હાઈકોર્ટમાં આજે પણ સુનાવણી થઈ હતી. શુક્રવારે સુનાવણી દરમિયાન સરકાર તરફથી એડવોકેટ જનરલે કહ્યુ કે, હિજાબ ઇસ્લામનો જરૂરી ભાગ નથી. મહત્વનું છે કે ૧૪ ફેબ્રુઆરીથી સતત મોટી બેંચ આ મામલા પર સુનાવણી કરી રહી છે. આ પહેલાં કોર્ટમાં વિદ્યાર્થિનીઓ તરફથી હિજાબના પક્ષમાં દલીલો આપવામાં આવી હતી.

હિજાબ વિવાદ પર કર્ણાટક હાઈકોર્ટમાં ગુરૂવારે એક નવી અરજી દાખલ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન અરજીકર્તાએ કહ્યું કે, હિજાબ પર પ્રતિબંધ કુરાન પર પ્રતિબંધ લગાવવા સમાન છે. મહત્વનું છે કે હિજાબ પર વિવાદ ડિસેમ્બરથી ચાલી રહ્યો છે. કર્ણાટકના ઉડુપી જિલ્લાની વિદ્યાર્થિનીઓએ હિજાબને લઈને અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થિનીઓએ હાઈકોર્ટનો દરવાજાે ખખડાવ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે હાલ કોઈપણ ધાર્મિક પ્રતિક પહેરીને સ્કૂલ જવા પર અસ્થાયી પ્રતિબંધ લગાવ્યો છે.

આ પહેલાં થયેલી સુનાવણી દરમિયાન મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કર્ણાટક હાઈકોર્ટમાં કહ્યું હતું કે શુક્રવાર અને પવિત્ર મહિના રમજાન દરમિયાન તેમને હિજાબ પહેરવાની મંજૂરી આપવામાં આવે.

સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યુ કે, ઉડુપીની સરકારી પીયૂ કોલેજમાં ૨૦૧૩થી યુનિફોર્મ લાગૂ છે, પરંતુ તેને લઈને આજ સુધી કોઈ વિવાદ થયો નથી. પ્રથમવાર ડિસેમ્બર ૨૦૨૧માં તેને લઈને વિવાદ થયો. તેમણે કહ્યું કે, આ કોલેજની કેટલીક યુવતીઓએ પ્રિન્સિપલ સાથે વાત કરી અને કહ્યું કે, તેને હિજાબ પહેરવાની મંજૂરી મળવી જાેઈએ.

ત્યારબાદ કોલેજ ડેવલોપમેન્ટ કમિટીમાં આ મુદ્દો ઉઠ્‌યો હતો. આ મીટિંગમાં કહેવામાં આવ્યું કે, ૧૯૮૫ બાદથી વિદ્યાર્થીઓ યુનિફોર્મ પહેરી રહ્યાં છે. આ સાથે કમિટીએ પહેલાથી ચાલી આવતા નિયમમાં ફેરફાર ન કરવાનો ર્નિણય કર્યો હતો.

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ બુધવારે રાજ્ય વિધાનસભામાં કહ્યુ હતુ કે તેમની સરકાર હિજાબ વિવાદ પર હાઈકોર્ટના અંતરિમ આદેશનું પાલન કરશે. મુખ્યમંત્રી ગૃહમાં વિપક્ષ નેતા સિદ્ધરમૈયાના સવાલનો જવાબ આપી રહ્યા હતા. જેમણે શૂન્યકાળમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી અશ્વથ નારાયણના નિવેદન પર સ્પષ્ટીકરણની માંગ કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.