Western Times News

Gujarati News

બ્રાઝિલમાં પૂર-ભૂસ્ખલનનો મૃત્યુઆંક વધીને ૧૧૭ થયો

રિયો ડી જાનેરો, બ્રાઝિલના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં ગુરુવારે પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને ૧૧૭ થઈ ગયો છે અને ૧૧૬ લોકો હજુ પણ લાપતા છે. રિયો ડી જાનેરો રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા વધી હોવાની પુષ્ટિ કરી છે. ઘણા લોકો માટીમાં દટાયા હોવાની આશંકા છે. ગુરુવારે પૂર અને કાદવને કારણે કાર અને મકાનો પાણીમાં તણાયા હતા. એક વીડિયોમાં બે બસ વહેતી નદીમાં ડૂબતી જાેવા મળી રહી છે. શહેરમાં વધુ ભૂસ્ખલનની શક્યતા છે.

અધિકારીઓએ કહ્યું કે, જાેખમી વિસ્તારોમાં રહેતા લોકોએ બહાર જવું જાેઈએ. સ્થાનિક રહેવાસી રોઝલિન વર્જીનિયાએ કહ્યું કે તેનો ભાઈ માંડ માંડ બચ્યો અને તે તેને એક ચમત્કાર માને છે, રિયો પોલીસે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ ૨૦૦ એજન્ટો જીવંત, મૃત અને ગુમ થયેલા લોકોની યાદી બનાવવા માટે ચેકપોઇન્ટ્‌સ, શરણાર્થી શિબિરો અને શહેરના શબઘરની મુલાકાત લઈ રહ્યા હતા.

આ અગાઉ ૨૦૧૧માં પણ આ ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે અનેક લોકોનાં મોેત થયા હતાં. રશિયાના પ્રવાસે ગયેલા બ્રાઝીલના પ્રમુખ જેયર બોલસાનેરોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તેમણે પોતાના મંત્રીઓને ભારે વરસાદને કારણે અસર પામેલા લોકોને તાત્કાલિક મદદ કરવા જણાવ્યું છે.

આ દુર્ઘટના એટલી તો ભયાવહ છે કે તેમાં બચી ગયેલા લોકો હજુ પણ ગંભીર આઘાતમાં છે. તેમાંથી કેટલાકે કહ્યું કે અમને હજુ પણ લોકોની મરણચીસો સંભળાઈ રહી છે જેઓ કાટમાળ હેટળ ધસી ગયા તેમનો અવાજ સાંભળ્યો પણ અમે કંઈ કરી શક્યા નહીં. અમે પોતાની જાતને ખૂબ જ લાચાર અનુભવી રહ્યા છે.

ગવર્નર ક્લોડિયા કાસ્ત્રોએ બુધવારે જણાવ્યું હતું કે યુદ્ધ જેવી સ્થિતિ છે અને એ પ્રભાવિત ક્ષેત્રોથી કાટમાળ સાફ કરાવવા માટે આસપાસનાં રાજ્યો પાસેથી ભારે મશીનરી સહિત દરેક શક્ય મદદ મગાવી રહ્યાં છે. રાજ્યના ફાયર વિભાગે મંગળવારે મોડી રાતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ૧૮૦ સૈનિકો બચાવ અભિયાનમાં લાગ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે વિસ્તારમાં દિવસમાં ત્રણ કલાકની અંદર ૨૫.૮ સેન્ટિમીટર વરસાદ થયો છે. જે આ પહેલાંના ૩૦ દિવસમાં થયેલા વરસાદ જેટલો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.